________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩) ઘ્રાણેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી સુગંધાદિનો જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે ઘ્રાણેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. (૪) શ્રોત્રેન્દ્રિયની સાથે ભાષાવર્ગણાના પુદ્ગલોનો સંબંધ થવાથી શબ્દનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. વ્યંજનાવગ્રહનો કાળ ઃ
=
જઘન્યથીઆવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલો છે.ઉત્કૃષ્ટથી શ્વાસોશ્વાસ પૃથ= ૨ થી ૯ શ્વાસોચ્છ વાસપ્રમાણછે. (પૃથકત્વએ જૈનદર્શનનોપારિભાષિક શબ્દ છે. ૨ થી ૯ ની સંખ્યાને પૃથક્ત્વ કહેવાય છે.)
મતિજ્ઞાનના શેષભેદ તથા શ્રુતજ્ઞાનના ભેદની સંખ્યા ઃअत्युग्गह ईहावाय धारणा करण माणसेहिं छहा, इअ अट्ठवीसभेअं, चउदसहा वीसहा व सुअं ॥५ ॥ अर्थावग्रह इहाऽपायधारणा करणमानसैः षोढा । इत्यष्टाविंशतिभेदं चतुर्दशधा विंशतिधा वा श्रुतम् ॥५॥ ગાથાર્થ :-અર્થાવગ્રહ, ઇહા, અપાય, અને ધારણા. એ દરેક પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે. માટે એ દરેક છ છ પ્રકારે છે. એ પ્રમાણે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થયાં. અને શ્રુતજ્ઞાન ચૌદ અથવા વીસ પ્રકારે છે.
વિવેચન :- અર્થ પદાર્થ (વસ્તુ), અવગ્રહ = અસ્પષ્ટબોધ. ઇન્દ્રિય દ્વારા પદાર્થનો જે અસ્પષ્ટબોધ થાય તે અર્થાવગ્રહ કહેવાય. દા. ત. સામે કાંઇક દેખાય છે' એવો જે અસ્પષ્ટ બોધ થાય તે અર્થાવગ્રહ કહેવાય.
શંકા ઃ- ઇન્દ્રિય અને મનદ્વારા શીતસ્પર્શાદિ ગુણ (વિષય) નો બોધ થાય છે. વસ્તુનો નહીં. તો અર્થાવગ્રહ પદાર્થનો અસ્પષ્ટ બોધ આવો અર્થ કેમ કરી શકાય ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
૫૮
સમાધાન :- યદ્યપિ ઇન્દ્રિય અને મન દ્વારા શીતસ્પર્શદિગુણનો બોધ થાય પરંતુ ગુણ એ દ્રવ્ય = પદાર્થથી જુદા નથી. સ્પર્શાદિ ગુણ યુક્ત પદાર્થ હોવાથી સ્પર્શાદિ ગુણની સાથે જ દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઇ જાય છે. આંખથી સફેદાદિ વર્ણનું જ્ઞાન થતાની સાથે જ આ અમુકદ્રવ્ય છે. એમ પદાર્થનો બોધ અવશ્ય થઇ જાય છે. માટે સ્થૂલદૃષ્ટિએ ‘ઇન્દ્રિય દ્વારા પદાર્થનો અસ્પષ્ટ બોધ
For Private and Personal Use Only