________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) તીર્થકર (૭) નિર્માણ (૮) ઉપઘાત. આ ૮ પ્રત્યેક પ્રકૃતિ છે. તે ૨૫ . (૧) રસનામકર્મ (૨) બાદરનામકર્મ (૩) પર્યાપ્તનામકર્મ (૪) પ્રત્યેકનામકર્મ (૫) સ્થિરનામકર્મ (૬) શુભનામકર્મ (૭) સૌભાગ્યનામકર્મ (૮) સુસ્વરનામકર્મ (૯) આદેયનામકર્મ (૧૦) યશકીર્તિ નામકર્મ એ ત્રસદશક કહેવાય છે. કેરા (૧) સ્થાવર નામકર્મ (૨) સૂમનામકર્મ (૩) અપર્યાતનામકર્મ (૪) સાધારણનામકર્મ (૫) અસ્થિરનામકર્મ (૬) અશુભનામકર્મ (૭) દુર્ભાગ્યનામકર્મ (૮) દુઃસ્વરનામકર્મ (૯) અનાદેયનામકર્મ (૧૦) અપયશનામકર્મ એ પ્રમાણે નામકર્મમાં ઈતર = વિરોધી સહિત વિશ પ્રકૃતિઓ જાણવી.
વિવેચન- ત્રણ દશક અને સ્થાવર દશકની પ્રકૃતિઓ પરસ્પર વિરોધી હોવાથી તેને સપ્રતિપક્ષી કહેવાય છે. જેમ કે (૧) ત્રસનામકર્મનું વિરોધી સ્થાવરનામકર્મ.
(૨) બાદરનામકર્મનું વિરોધી સૂક્ષ્મનામકર્મ. (૩) પર્યાપ્તાનામકર્મનું વિરોધી અપર્યાપ્તાનામકર્મ. (૪) પ્રત્યેકનામકર્મનું વિરોધી સાધારણનામકર્મ. (૫) સ્થિરનામકર્મનું વિરોધી અસ્થિરનામકર્મ. (૬) શુભનામકર્મનું વિરોધી અશુભનામકર્મ. (૭) સૌભાગ્યનામકર્મનું વિરોધી દુર્ભાગ્યનામકર્મ. (૮) સુસ્વરનામકર્મનું વિરોધી દુઃસ્વર નામકર્મ. (૯) આદેયનામકર્મનું વિરોધી અનાદેયનામકર્મ.
(૧૦) યશકીર્તિનામકર્મનું વિરોધી અપયશ કીર્તિનામકર્મ છે. ત્રસદશકની ગણતરી પુણ્ય પ્રકૃતિમાં થાય છે અને સ્થાવર દશકની ગણતરી પાપ પ્રકૃતિમાં થાય છે. ૧૪ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસ દશક + સ્થાવર દશક = ૪૨ નામકર્મના ભેદ થયા.
૧૬૨
For Private and Personal Use Only