________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મસ્તવાદિમાં ઉપયોગી કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ :तसचउ-थिरछक्कं, अथिरछक्क सुहुमतिग-थावर-चउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२८॥ त्रसचतुष्क-स्थिरषट्क मस्थिरषट्क सूक्ष्मत्रिक स्थावरचतुष्कम् । सुभगत्रिकादि विभाषा तदादिसंरव्याभिः प्रकृतिभिः ॥२८॥
ગાથાર્થ-ત્રણ ચતુષ્ક,સ્થિરષક, અસ્થિરષક, સુમિત્રિક, સ્થાવર ચતુષ્ક, સુભગત્રિક વગેરે જે પારિભાષિક સંજ્ઞાઓ છે તેમાં સંખ્યાવાચક શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય ત્યાંથી માંડીને તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધીની પ્રકૃતિઓ ગણવી. - વિવેચન-“સંજ્ઞા,વિભાષા, પરિભાષા,સંકેત આ બધા શબ્દો સમાનાર્થક છે.”સ ચતુષ્કાદિ સંજ્ઞાઓ કર્મસ્તવાદિતેમજ આગમ ગ્રન્થોમાં ગ્રન્થની લાઘવતા (સંક્ષેપ) માટે ખાસ ઉપયોગી હોવાથી અહીં બતાવી છે.
શાસ્ત્રીય પારિભાષિક સંજ્ઞામાં ખાસ એ ધ્યાન રાખવું કે, “સંખ્યાવાચક શબ્દની આગળ જે પ્રકૃતિ કહી હોય તે પ્રકૃતિથી માંડીને જેટલી સંખ્યા બતાવી હોય તેટલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધી પ્રકૃતિની ગણતરી કરવી. દા.ત. ત્રણ ચતુષ્કમાં “ચતુષ્ક”શબ્દસંખ્યાવાચી છે. તેની પૂર્વે ત્રસ એ કર્મપ્રકૃતિ છે. માટે ત્રનામ કર્મથી શરૂઆત કરવી. (૧) ત્રસ (૨) બાદર (૩) પર્યાપ્તા (૪) પ્રત્યેક એમ૪પ્રકૃતિ થાય ત્યારે અટકી જવું. આ રીતે દરેક શાસ્ત્રીય પારિભાષિક સંજ્ઞા સ્થળે ગણતરી કરી લેવી.” ) (૧) ત્રસ ચતુષ્ક = ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક એ ૪ પ્રકૃતિ લેવી. (૨) સ્થિરષક =સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશ એ ૬ પ્રકૃતિ લેવી. (૩) સૂક્ષ્મત્રિક = સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ૩ લેવી. (૪) સ્થાવર ચતુષ્ક = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ લેવી. (૫)સુભગત્રિક = સુભગ, સુસ્વર, આદેય એ ૩ લેવી.
वण्णचउ-अगुरुलहुचउ-तसाइदु-ति-चउर छक्कमिच्चाइ । इय अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ॥
ગાથાર્થ - વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, ત્રસદ્રિક, ત્રસત્રિક, ત્રણ ચતુષ્ક, ત્રસ ષક એ પ્રમાણે અન્ય પણ જે પારિભાષિક સંજ્ઞાઓ હોય તેમાં સંખ્યાવાચક
૧૬૩
For Private and Personal Use Only