________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• મીમાંસાદર્શન • મીમાંસાદર્શનના આદ્યપ્રણેતા ‘જૈમિનીય” છે. તેમનું એવું માનવું છે કે, મનુષ્ય જે કાંઇ યજ્ઞાદિ અનુષ્ઠાન કરે છે. તે ક્રિયારૂપ હોવાથી ક્ષણિક છે. તરત નાશ પામી જાય છે. અને તેનું ફળ તો જન્માંતરમાં મળે છે. તો ક્રિયાની સાથે ક્રિયાના ફળનું અનુસંધાન કેવી રીતે થાય?
આ પ્રશ્નનું સમાધાન કરવા માટે એવી કલ્પના કરવામાં આવી છે કે મનુષ્ય જ્યારે યજ્ઞાદિ અનુષ્ઠાન કરે છે. ત્યારે તેનાં આત્મામાં “અપૂર્વ” નામનો અમૂર્ત પદાર્થ ઉત્પન્ન થાય છે. એ અપૂર્વ પદાર્થ યજ્ઞાદિ ક્રિયા અને સ્વર્ગાદિ ફળની વચ્ચે કડી સમાન બનતો હોવાથી તે પુરુષને જન્માંત૨માં સ્વર્ગફળની પ્રાપ્તિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં કર્મનો અપૂર્વ નામથી વ્યવહાર ચાલે છે. એટલે મીમાંસકો કર્મને “અપૂર્વ” કહે છે.
જ
ભારતીય દર્શનોમાં યોગદર્શન, સાંખ્યદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, મીમાંસાદર્શન વગેરેનું સહિયારુ આગમ એક “વેદ” જ છે. માટે આ બધા દર્શનોનો સમાવેશ ‘વૈદિક” દર્શનમાં થઇ જાય છે. એટલે મુખ્ય દર્શન ત્રણ છે. (૧) જૈનદર્શન, (૨) બૌદ્ધદર્શન, (૩) વૈદિકદર્શન. અથવા (૧) બૌદ્ધદર્શન, (૨) ન્યાયદર્શન, (૩) સાંખ્યદર્શન. (૪) જૈનદર્શન, (૫) વૈશેષિકદર્શન, (૬) મીમાંસાદર્શન
આ દૃ^ દર્શનો મુખ્ય છે.
• જૈનદર્શન -
જૈનોનું એવું માનવું છે કે,
લોકમાં કુદરતી જ અત્યંત સૂક્ષ્મ રજસ્વરૂપ કર્મયોગ્ય પુદ્ગલદ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલું છે. તેમાંથી જે પુદ્ગલ દ્રવ્ય જીવના રાગ-દ્વેષને લીધે આકર્ષાઇને જીવની સાથે ચોંટી જાય છે, તે કર્મ કહેવાય છે. આમ જૈનો અત્યંત સૂક્ષ્મ ૨જ
A. હિરભદ્રસૂરિ મહારાજે યદર્શનસમુચ્ચયમાં કહ્યું છે કે,
बौद्धं नैयायिकं सांख्यं, जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि, दर्शनानाममून्यहो ॥ ३ ॥
9
For Private and Personal Use Only