________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વર્ષ
દા. ત. ૮૧ વર્ષના આયુષ્યવાળો ગર્ભજ તિર્યંચ કે મનુષ્ય સ્વાયુષ્યના બે ભાગ = ૫૪ વર્ષ ગયા પછી, સ્વાયુષ્યનો ત્રીજો ભાગ = બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે આયુષ્ય ન બાધે તો સ્વાયુષ્યના ૭૨ વર્ષ ગયા બાદ નવમો ભાગ એટલે છેલ્લાં ૯ વર્ષ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે પણ આયુષ્ય ન બાંધે તો સ્વાયુષ્યના ૭૮ વર્ષ ગયા બાદ ૨૭મો ભાગ એટલે છેલ્લાં ૩ વર્ષ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. જો તે વખતે પણ આયુષ્ય ન બાંધે તો બાકી રહેલા આયુષ્યનો પણ ત્રીજો ભાગ (૩ વર્ષનો ત્રીજો ભાગ) એટલે છેલ્લું ૧ વર્ષ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે છે. જો એક વર્ષ બાકી રહે ત્યારે પણ આયુષ્ય ન બાંધે તો, એક વર્ષનાં ત્રીજા ભાગ્ = ૪ માસ, ૪૦ દિવસે આવતા ભવનું આયુષ્ય બાંધે.
આ પ્રમાણે શેષાયુષ્યનો પણ ત્રીજો ભાગ કરતા કરતા યાવત્ અન્ય અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે તો અવશ્ય આવતા ભવનું આયુષ્ય બાંધે છે. આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના સંસારી જીવ મૃત્યુ પામતો નથી એટલે અહીંથી મરીને જીવને ક્યાં જવાનું છે ? ત્યાં કેટલો ટાઇમ રોકાવાનું છે ? તેનો નિર્ણય ચાલુ ભવમાં જ થઇ જાય છે પરંતુ ૫૨ભવાયુનો ઉદય તો જે સમયે જીવ મરણ પામે તે પછીનાં સમયે થાય છે.
અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્યણસ્કંધો દ્રવ્યાયુષ્ય કહેવાય છે. દ્રવ્યાયુષ્યકર્મની સહાયતાથી સંસારી જીવ જેટલો કાળ સુધી જીવી શકે તે કાલાયુષ્ય કહેવાય.
“દ્રવ્યાયુષ્ય = આયુષ્યકર્મના દલિકો.”“કાલાયુષ્ય = આયુષ્યકર્મની સ્થિતિ.”
સંસારી જીવને દ્રવ્યાયુષ્ય તો અવશ્ય ભોગવવું પડે છે. જેમ તેલ વિના દીપક બળી શકતો નથી તેમ દ્રવ્યાયુષ્ય વિના સંસારી જીવ જીવી શકતો નથી અને દ્રવ્યાયુષ્ય પૂર્ણ થયા વિના જીવ કદી મરતો નથી. એટલે દરેક સંસારી જીવ દ્રવ્યાયુષ્યકર્મને અવશ્ય ભોગવીને ક્ષય કરે છે. પરંતુ કાલાયુષ્યને ભોગવીને જ ક્ષય કરે એવો કોઇ નિયમ નથી. કારણકે
૧૫૧
For Private and Personal Use Only