________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિસમયે ગ્રહણ કરે છે. માટે તે અનંતી વર્ગણાઓનાં. એક વિભાગને, “કાર્મરણશરીર અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મને માટે ગ્રહણ યોગ્ય સોળમી મહાવર્ગણા” કહેવાય.
આમ, પુગલદ્રવ્ય= એિકેક છૂટા પરમાણુની પહેલી વર્ગણાથી માંડીને છેલ્લી કાર્મણવર્ગણા સુધીની અનંતાનંતવર્ગણાઓ] દારિકશરીરાદિ કાર્યની અપેક્ષાએ ૧૬ વિભાગમાં વહેંચાયેલું છે. એ ૧૬વિભાગગત સર્વ વર્ગણાઓ કુદરતી રીતે જ લોકમાં સર્વઠેકાણે હોય છે. જેથી જીવ જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી ઔદારિકાદિ ગુગલ સ્કંધો ગ્રહણ કરીને દારિકશરીરાદિ બનાવે છે.
સોળમી મહાવર્ગણામાં રહેલા તમામ્ પુલસ્કંધો કર્મ અવસ્થાને પામવાની યોગ્યતાવાળા હોવાથી તેને “કાર્મણસ્કંધો” કહેવાય છે. તથા સંખ્યાની દૃષ્ટિએ સરખા પરમાણવાળા કાર્મણસ્કંધનાં સમૂહ (વર્ગ)ને “કાર્મણ વર્ગણા” કહેવાય છે.
કાજળની ડબ્બીમાં જેમ કાજળના કણીયાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. તેમ સંપૂર્ણ લોકમાં કાર્મણ વર્ગણા ઠાંસી ઠાંસીને ભરેલી છે. પણ તે અત્યંત સૂક્ષ્મ રજ (ધૂળ) સ્વરૂપ છે. કારણ કે પુદ્ગલનો એવો સ્વભાવ છે કે જેમ જેમ સ્કંધમાં પરમાણુ ઓછા હોય તેમ તેમ તેનો પરિણામ સ્થૂલ હોય અને જેમ જેમ સ્કંધમાં પરમાણુ વધતા જાય તેમ તેમ તેનો પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મ બનતો જાય છે જેમ રૂની ગાંસડીમાં પરમાણુ ઓછા હોય છે. પણ તેનું કદ ધૂલ=મોટું હોય છે અને સોનાની લગડીમાં પરમાણું વધારે હોય છે પણ તેનું કદ સૂક્ષ્મનાનું હોય છે. તેમ ઔદારિક સ્કંધ નું કદ ધૂલ હોય છે. અને કાશ્મણ સ્કંધમાં પરમાણુ સૌથી વધારે હોવાથી તેનું કદ અત્યંત સૂક્ષ્મ હોય છે. માટે અત્યંત સૂક્ષ્મ રજ સ્વરૂપ કાર્મણ સ્કંધને આપણે ઇન્દ્રિય કે યંત્રની મદદથી જોઈ શકતાં નથી. પરંતુ કેવળજ્ઞાની કે વિશિષ્ટ અવધિજ્ઞાની તેને દેખી શકે છે. આપણે તો કર્મનું ફળ. સુખદુઃખાદિ અનુભવીએ છીએ, તે કર્મફળનું કારણ દ્રવ્યકર્મ છે. અને દ્રવ્યકર્મનું ઉપાદાન કારણ “કાર્પણ વર્ગણા” છે.
૧૫
For Private and Personal Use Only