________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન :- (૧) “જે કર્મપ્રકૃતિ સુખનો અનુભવ કરાવે તે શુભ કહેવાય.” અને (૨) “જે કર્મપ્રકૃતિ દુ:ખનો અનુભવ કરાવે તે અશુભ કહેવાય.” નીલવર્ણાદિ ૯ પ્રકૃતિ દુઃખનો અનુભવ કરાવતી હોવાથી અશુભ છે. અને શ્વેતવર્ણાદિ ૧૧ કર્મપ્રકૃતિ સુખનો અનુભવ કરાવતી હોવાથી શુભ છે.
વર્ણનામકર્મમાં નીલવર્ણ અને કૃષ્ણવર્ણ એ બે અશુભ છે તથા શ્વેતવર્ણ, પીતવર્ણ અને રકતવર્ણ એ ત્રણ શુભ છે. ગંધનામકર્મમાં સુરભિગંધ શુભ છે. અને દુરભિગંધ અશુભ છે. રસનામકર્મમાં કડવો રસ અને તીખો રસ એ બે અશુભ છે. તૂરો રસ, ખાટોરસ અને મધુરરસ એ ત્રણ શુભ છે. સ્પર્શનામકર્મમાં, ગુરૂસ્પર્શ, ખરસ્પર્શ, રૂક્ષસ્પર્શ અને શીતસ્પર્શ એ જ અશુભ છે. તથા લઘુસ્પર્શ મૃદુસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ એ જ શુભ છે. આનુપૂર્વીના ભેદ, પારિભાષિક સંજ્ઞાઓ, તથા વિહાયોગતિના ભેદ :
चउह गइव्वणुपुव्वी, गइपुव्विदुगं तिगं निआउजुअं। पुव्वी उदओ वक्के, सुहअसुहवसुट्ट विहगगई ॥४२॥ चतुर्धा गतिरिवानुपूर्वी गतिपूर्वीद्विकं त्रिकं निजायुर्युतम् । पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्र विहगगतयः ॥४२॥
ગાથાર્થ - ગતિની જેમ આનુપૂર્વી ૪ પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વી મળી દ્ધિક કહેવાય. અને તેમાં પોતાનું આયુષ્ય જોડતાં ત્રિક કહેવાય. આનુપૂર્વીનામકર્મનો ઉદય વક્રગતિમાં હોય છે. વૃષભ [બળદની ચાલ અને ઉંટની ચાલ જેવી શુભ અને અશુભ વિહાયોગતિ ૨ પ્રકારે છે.
વિવેચન - ગતિનામકર્મ ૪ પ્રકારે હોવાથી તેનું સહચારી આનુપૂર્વનામકર્મ પણ ૪ પ્રકારે કહ્યું છે. (૧) “મરણસ્થાનેથી દેવગતિમાં જતાં જીવને જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને દેવાનુપૂર્વનામકર્મ કહેવાય.” (૨) “મરણસ્થાનેથી મનુષ્યગતિમાં જતા જીવને, જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને મનુષ્યાનુપૂર્વીનામકર્મ કહેવાય.”
૧૯૪
For Private and Personal Use Only