________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોતો નથી. તેથી સૂર્યના વિમાનમાં રહેલા સૂર્યદેવને ગરમી લાગતી નથી. તેથી સૂર્યના વિમાનમાં સૂર્યદેવ વગેરેને રહેવામાં કાંઈ જ વાંધો નથી. પ્રશ્ન:- ૧૦૧ ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર ઉદ્યોતને કરે છે. એમ કહે તો શું વાંધો? મૂળગાથામાં “મનુષ્ય પ્રકાશ” શબ્દને મૂકવાની શી જરૂર છે? જવાબઃ- જો ઉદ્યોત નામકર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે છે. એમ ન કહેતો અગ્નિ પણ ઉષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે છે. તેથી અગ્નિના જીવોમાં ઉદ્યોત નામકર્મનો ઉદય ઘટી જાય. પરંતુ અગ્નિના જીવોનું શરીર ઉદ્યોતને કરતું હોવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરતુ હોવાથી તેમાં ઉદ્યોત નામકર્મનો ઉદય ઘટી શકતો નથી. એવુ જણાવવા માટે મૂળગાથામાં અનુષ્ણ પ્રકાશ શબ્દ મૂકેલો છે. પ્રશ્ન:- ૧૦૨ અગુરુલઘુનામકર્મથી સર્વે જીવોનું શરીર સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે તેવું હોવું જોઈએ પરંતુ કેટલાક જીવોનું શરીર ભારે હોય છે તો કેટલાક જીવોનું શરીર હલકું હોય છે તેનું શું કારણ? જવાબ:- અગુરુલઘુનામકર્મનો સંદરસોદય હોય તો જીવને ગુરુ કે લઘુ શરીરની પ્રાપ્તિ થાય છે અને જો અગુરુલઘુનામકર્મનો તીવરસોદય હોય તો સુખપૂર્વક ગમનાદિ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય છે. અને ક્યારેક એકદમ ચરબી વધી જવાથી કે સોજા આવી જવાથી શરીર ભારે લાગે છે. તેનું કારણ અશાતાવેદનીયકર્મ છે. પ્રશ્ન:- ૧૦૩ “જે તીર્થની સ્થાપના કરે તે તીર્થકર એમ કહ્યું છે તો તીર્થ કોને કહેવાય?” જવાબ:-“તીર્થત નવસમુદ્રોનેનતિ તીર્થમ્” જેનાથી સંસાર સમુદ્ર તરાયતે તીર્થ કહેવાય. મુખ્યતયા દ્વાદ્ધશાંગી રૂપ જિન પ્રવચન તીર્થ કહેવાય છે. તે નિરાધાર ન રહી શકે માટે તેના આધારભૂત જે સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તે તીર્થ કહેવાય. પ્રશ્ન- ૧૦૪ “બાદર નામકર્મ જીવવિપાકી પ્રકૃતિ હોવાથી તે શરીર ઉપર વિપાક કેમ બતાવી શકે?” જવાબઃ- જે જીવવિપાકી પ્રકૃતિ હોય તે કેવળ જીવ ઉપર જ અસર કરે અને શરીર
૨૭૨
For Private and Personal Use Only