________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લબ્ધિ પણ ઔદયિકી છે. જો કે તેમાં વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ નિમિત્તકારણ છે કારણ કે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમ વિના લબ્ધિ ફોરવી શકાતી નથી. તેથી તે ઔદયિકી હોવા છતાં ક્ષાયોપથમિક કહેવામાં કાંઈ વાંધો નથી. પ્રશ્ન-૯૭ “થ્વાસોચ્છુવાસ લબ્ધિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પ્રાણ એ ત્રણેમાં શું તફાવત છે?” જવાબઃ- શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસલબ્ધિવાળો હોય છે અને શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલ સ્કંધો ગ્રહણ કરીને, તેને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવીને, અવલંબીને છોડી મૂકવાની જે શક્તિ તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય અને શ્વાસ લેવા મૂકવાની જે ક્રિયા તે શ્વાસોચ્છવાસપ્રાણ કહેવાય. પ્રશ્ન:- ૯૮ “આતપ નામકર્મનો ઉદય અગ્નિના જીવોને કેમ ન હોય? કારણ કે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોની જેમ અગ્નિનો પ્રકાશ પણ ઉષ્ણ તો છે જ ને?” જવાબ:- અગ્નિ એ સ્વયં ઉષ્ણ છે અને બીજાને ગરમી આપે છે. જ્યારે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નો સ્વયં ઉષ્ણ નથી પણ તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી તે જગતને ઉષ્ણતા = ગરમી આપે છે. માટે તેમાં આપ નામકર્મનો ઉદય માન્યો છે અને અગ્નિમાં આપ નામકર્મનો ઉદય માન્યો નથી. પ્રશ્નઃ- ૯૯ “તો પછી, અગ્નિના જીવો ગરમી અને પ્રકાશ આપે છે તેનું શું કારણ?” જવાબ-ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયથી અગ્નિના જીવો ગરમી આપે છે અને લાલવર્ણ નામકર્મના ઉદયથી પ્રકાશ આપે છે એટલે ઉષ્ણસ્પર્શ અને લાલવર્ણ નામકર્મને લીધે અગ્નિના જીવોનું શરીર ગરમી અને પ્રકાશમય છે. પણ આતપ નામકર્મના ઉદયથી અગ્નિના જીવોનું શરીર ગરમી અને પ્રકાશમય નથી. પ્રશ્નઃ- ૧૦૦“સેંકડો માઈલ દૂર રહેલો સૂર્યનો પ્રકાશ જો પૃથ્વીને ધગધગતી બનાવી દે છે તો સૂર્યના વિમાનમાં દેવો કેવી રીતે રહી શકતા હશે?” જવાબ-સૂર્યના વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવોનું પોતાનું શરીર ઠંડું છે. પણ તેનો પ્રકાશ ઉષ્ણ છે. વળી તે પ્રકાશ જેમ જેમ વધારે દૂર દૂર ફેંકાય છે તેમ તેમ ગરમીનો વધારેને વધારે અનુભવ કરાવે છે. માટે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને ધગધગતી બનાવે છે. પરંતુ સૂર્યના વિમાનની અંદર જે મણિરત્નો
૨૭૧
For Private and Personal Use Only