________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે જાતિનામકર્મ ઇન્દ્રિય પ્રાપ્તિનું કારણ નથી. પરંતુ હીનાધિકચૈતન્યની પ્રાપ્તિનું કારણ છે. જ્યારે જીવ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવે છે. ત્યારે ચેતનાશક્તિ એકદમ ઘટી જાય છે. અને જ્યારે જીવ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં જાય છે. ત્યારે ચેતનાશક્તિ એકદમ વધી જાય છે. એટલે જાતિનામકર્મના ઉદયથી જીવને હીનાધિક ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન - ૮૪ ચૈતન્યની પ્રાપ્તિ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી થાય છે. તેથી જાતિનામકર્મને માનવાની શી જરૂર છે? જવાબ:- ચૈતન્યની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ છે. પરંતુ તે ક્ષયોપશમનું કારણ જાતિનામકર્મ છે. કારણ કે જ્યારે જીવ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવે છે. ત્યારે એકેન્દ્રિયજાતિનામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ એકદમ મંદ પડી જાય છે. અને જ્યારે જીવ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં જાય છે ત્યારે પંચેન્દ્રિયનામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ એકદમ વધી જાય છે. માટે ચૈતન્યની હીનાધિક પ્રાપ્તિનું કારણ જાતિનામકર્મ કહ્યું છે. માટે જાતિનામકર્મને અવશ્ય માનવું જોઇએ. પ્રશ્નઃ- ૮૫ “ઔદારિક વર્ગણા, દારિક શરીર અને ઔદારિક શરીર નામકર્મમાં શું તફાવત છે?” જવાબ-લોકમાં એકેક છુટા પુલ પરમાણુઓ અનંત છે. તે અનંત પરમાણુઓનો જે વર્ગ તે પ્રથમવર્ગણા કહેવાય. દ્વિપ્રદેશી ઢંધોનો જે વર્ગ તે દ્વિતીયવર્ગણા કહેવાય એ પ્રમાણે એકેક પરમાણુ વધારતા વધારતા છેવટે અનંત પરમાણુના બનેલા સ્કંધોનો જે વર્ગ તે અનંતમીવર્ગણા કહેવાય. પ્રથમવર્ગણાથી માંડીને અનંતમી વર્ગણાસુધીની જે અનંત વર્ગણાઓ થઈ તે સર્વેનો એક વિભાગમાં સમાવેશ કરીને તેને પ્રથમ મહાવર્ગણા કહે છે. તેમાં રહેલા પુદ્ગલ સ્કંધોને જીવ ગ્રહણ કરી શકતો નથી માટે તે “અગ્રહણયોગ્ય પ્રથમ મહાવર્ગણા” કહેવાય.
અગ્રહણ યોગ્ય છેલ્લી વર્ગણામાં જે અનંત પરમાણુઓના બનેલા સ્કંધો છે. તેમાં એક પરમાણુ ઉમેરવાથી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધરાશીથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ થાય તેટલા પરમાણુઓના બનેલા સ્કંધોનો જે વર્ગ તે “ગ્રહણયોગ્ય પ્રથમવર્ગણા” કહેવાય. એમાં એકેક પરમાણુ વધારતા વધારતા છેવટે અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધોનાં વર્ગની જે ગ્રહણયોગ્ય છેલ્લી વર્ગણા સુધીની અનંત વર્ગણાઓ થઈ તે સર્વેનો બીજા વિભાગમાં સમાવેશ કરીને
For Private and Personal Use Only