________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન:- ૮૦ “ગતિનામકર્મને લીધે જીવ દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ બની શકે છે તો આયુષ્યકર્મને માનવાની શી જરૂર?” જવાબઃ-ગતિનામકર્મને લીધે જીવ દેવ, નરક, તિર્યચ, મનુષ્ય બની શકે છે. પરંતુ આયુષ્યકર્મ ન હોય તો જીવ એક સમય પણ દેવાદિ અવસ્થામાં સ્થિર થઈ શકતો નથી. કારણ કે ગતિનામકર્મ તો માત્ર દેવાદિ અવસ્થા (પર્યાય) જ પ્રાપ્ત કરાવી આપે છે. પણ દેવાદિ અવસ્થામાં જીવને મર્યાદિતકાળ સુધી સ્થિર રાખવાનું કામ તો આયુષ્યકર્મ કરે છે માટે આયુષ્યકર્મને માનવું ખાસ જરૂરી છે. પ્રશ્નઃ- ૮૧ “ગતિનામકર્મસુખદુઃખના ઉપભોગનું નિયામક છે. તોવેદનીયકમને માનવાની શી જરૂર?' જવાબ-ગતિનામકર્મને કારણે જીવ સુખદુઃખનો ભોગવટો કરી શકાય તેવા દેવલોકાદિને વિષે માત્ર દેવાદિ અવસ્થા (પર્યાય)ને પ્રાપ્ત કરે છે. પરંતુ સુખદુઃખનો અનુભવ કરી શકતો નથી. કારણ કે સુખદુઃખનો અનુભવ કરાવનારૂ તો વેદનીયકર્મ છે. માટે વેદનીયકર્મને માનવું આવશ્યક છે. પ્રશ્ન :- ૮૨ મનુષ્ય અને તિર્યંચની જેમ દેવ, નારકી પ્રત્યક્ષ દેખાતા નથી તો, તેઓ “છે” એમ કેમ મનાય? જવાબ- મનુષ્ય અને તિર્યંચભવમાં પુણ્ય અને પાપના ફળનો ભોગવટો જીવ મર્યાદિત પ્રમાણમાં જ કરી શકે છે. ત્યાં ઉગ્રપુણ્ય કે ઉગ્રપાપ ભોગવી શકાતું નથી. કોઈ મનુષ્ય ઉગ્રપુણ્ય કરે તો પણ તેને માનવભવમાં રાજ્ય પ્રાપ્તિથી વધારે સુખ મળતું નથી. માટે “ઉગ્ર પુણ્યને ભોગવવાનું જે સ્થાન તે સ્વર્ગ છે” અને કોઈ મનુષ્ય ગમે તેટલા ખૂન કરે તો પણ તેને માનવભવમાં ફાંસીથી વધુ સજાની શક્યતા નથી. માટે “ઉગ્ર પાપને ભોગવવાનું જે સ્થાન તે નારક છે.” વળી, “જે વસ્તુ દેખાય, તે હોય અને જે દેખાય, તે નહોય”એવું માનશો તો તમે તમારા ત્રીજી કે ચોથી પેઢીના વડીલોને જોયા નથી. તેથી “તેઓ પણ ન હતા એમ જ માનવું રહ્યું ! પરંતુ એમ મનાતું નથી. જેમ જીવંત વડીલોના કથનથી અતીત ત્રીજી કે ચોથી વગેરે પેઢીના વડીલોને સ્વીકારો છો. તેમ સર્વજ્ઞ મહાત્માઓના વચનથી દેવનારકો ન દેખાતા હોવા છતાં દેવ નારકો છે એમ માનવું જોઈએ. પ્રશ્ન :- ૮૩ જાતિનામકર્મથી શેની પ્રાપ્તિ થાય? જવાબ :- જાતિનામકર્મથી ઇન્દ્રિયો મળતી નથી. કારણ કે અંગોપાંગાદિનામકર્મથી દ્રવ્યન્દ્રિયો મળે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિય મળે છે.
૨૬૫
For Private and Personal Use Only