________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ૦ + તે શ૦ + દ શ +આઈ શ0એ ૪ શરીર એકીસાથે હોય છે. આ પ્રમાણે એક જીવને એકીસાથે ઓછામાં ઓછા બે શરીર અને વધુમાં વધુ ચાર શરીર હોય
પ્રશ્નઃ - ૮૮ એક જીવને એકીસાથે પાંચ શરીર કેમ ન હોય?” જવાબ:- એક જીવને એકીસાથે પાંચ શરીર ન હોય. કારણ કે આહારકલબ્ધિધારી મુનિને વૈક્રિયલબ્ધિ હોઇ શકે પરંતુ તે બન્ને લબ્ધિનો ઉપયોગ એકસાથે ન કરી શકે કારણ કે વૈક્રિયશરીર વિકુવ્ય પછી જીવને અવશ્ય પ્રમતભાવ હોય છે અને આહારક શરીર વિદુર્ગા પછી શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્તભાવ આવી જાય છે. પ્રમતભાવ અને અપ્રમતભાવ બન્ને એકસાથે ન હોય તેથી વૈક્રિય શરીર અને આહારકશરીર બન્ને એકસાથે ન હોય. માટે એક જીવને એકસાથે વધુમાં વધુ ચાર શરીર જ હોય પણ પાંચ શરીર ન હોય. પ્રશ્ન :- ૮૯ “અંગોપાંગ” શબ્દની સંધિ છુટી પાડવામાં આવે તો અંગ અને ઉપાંગ એમ બે જ પદો નીકળી શકે છે તો અહીં “અંગોપાંગ” એક શબ્દમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણ પદ કેવી રીતે નીકળી શકે ? ઉત્તર :- માનિ વ ૩૫ાનિ વતિ ગોપાનિ એ પ્રમાણે પહેલા ઇતરેતર દ્વન્દ્ર સમાસ થાય અને પછી પાન ૨ પાન એમ એક શેષ સમાસ થયેલો છે. માટે “અંગોપાંગ” એક જ શબ્દમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણ પદો નીકળી શકે છે. પ્રશ્ન:- ૯૦ પાંચ શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ ૨૬ રીતે થતું હોવાથી, બંધન કુલ ૨૬ પ્રકારે થાય ને? તો અહીં બંધન કુલ ૧૫ કેમ કહ્યા? જવાબઃ-શરીરને યોગ્ય પુલોનું પરસ્પર જોડાણ ૧૫ રીતે થઈ શકે છે. તેથી વધુ રીતે ન થાય. કારણ કે મનુષ્ય જ્યારે ઉ.વૈ. શ. કે આહારકશરીર બનાવે છે. ત્યારે મૂળ શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળીને વૈ. શ. કે આ. શિ. ને યોગ્ય પુગલો ગ્રહણ કરીને મૂળશરીરથી ભિન્ન ઉ. વૈ. શ. કે આ. શિ. બનાવે છે. માટે
ઓ. શ..વૈ. શ. કે આ. શિ. ને યોગ્ય પુદ્ગલપિંડનું પરસ્પર જોડાણ થવાનો સંભવ જ નથી. તેથી બંધન કુલ ૧૫ પ્રકારે જ થાય છે. A. आहारकद्विकस्य पुनरपूर्वकरणे बन्धस्योदयस्य चाप्रमत्तसंयते व्यवच्छेद इति । [કમ્મપયડી ઉપાધ્યાય યશોવિજય મ. ની ટીકામાં બંધનકરણ ગાથા. ૧]
૨૬૮
For Private and Personal Use Only