________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને “ગ્રહણયોગ્ય દ્વિતીય મહાવર્ગણા” કહે છે. તેમાં રહેલા પુદ્ગલ સ્કંધો જીવને
દારિક શરીર બનાવવામાં ઉપયોગી થતાં હોવાથી તે “ગ્રહણયોગ્ય દારિક વર્ગણા” કહેવાય છે.
દારિક શરીર નામકર્મના ઉદયથી જીવ દારિક શરીરને યોગ્ય પુગલ સ્કંધોને ગ્રહણ કરીને દારિક શરીર બનાવે છે. માટે “ઔદારિક શરીરને યોગ્ય પુગલ સ્કંધોનું બનેલું જે શરીર તે ઔદારિક શરીર કહેવાય છે.” તેનું કારણ ઔદારિકશરીરનામકર્મ છે.
જે કર્મના ઉદયથી જીવ દારિક પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરીને દારિક શરીર રૂપે પરિણમાવે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય.”
દારિક શરીરનું ઉપાદાન કારણ ઔદારિક વર્ગણા છે અને નિમિત્તકારણ ઔદારિકશરીરનામકર્મ છે. એમ ત્રણેમાં ફરક છે. પ્રશ્નઃ- ૮૬ “ક્યું શરીર, કઈ ગતિમાં જીવને ક્યાં સુધી હોય?”
મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવને ઔદારિક શરીર હોય છે અને દેવગતિ તથા નરકગતિમાં જીવને ક્રિય શરીર હોયછે. દારિક શરીર અને વૈક્રિય શરીર જીવને જન્મકાળથી માંડીને મરણ સુધી હોય છે. આ બન્ને શરીર જીવની સાથે કાયમી રહેતા નથી. સંસારીજીવ એક ભવમાંથી છુટીને બીજા ભવમાં જાય છે. ત્યારે
દારિક શરીર અને વૈક્રિય શરીર મરણ સ્થાને મૂકીને જાય છે પછી ઉત્પત્તિસ્થાને નવું શરીર બનાવે છે તથા આહારક શરીર તો ચૌદપૂર્વધર આહારક લબ્ધિધારી પ્રમત્ત મુનિ મહારાજાને મનુષ્યગતિમાં માત્ર અંતર્મુહૂતકાળ સુધી જ હોય છે. તેજસ શરીર અને કાર્યણશરીર તો જીવને અનાદિકાળથી વળગેલું છે. તેથી તે ચારગતિમાં હોય છે. જ્યારે તેજસશરીર અને કાર્મણશરીરનો વિયોગ થાય છે ત્યારે જીવ મોક્ષમાં પહોંચી જાય છે. પ્રશ્ન - ૭૮ “એક જીવને એકી સાથે કેટલા શરીર હોય?” જવાબ-સંસારીજીવો પૈકી કોઇપણ એક જીવને વિગ્રહગતિમાં તેજસ શરીર અને કાર્મણશરીર હોય છે. મનુષ્ય કે તિર્યંચને તેજસશરીર + કાર્મણશરીર + ઔદારિક શરીર એ ત્રણ હોય છે તથા દેવ-નારકીને તૈજસશરીર + કાર્મણશરીર +વૈક્રિયશરીર એ ત્રણ હોય છે. લબ્ધિધારી મનુષ્ય કે તિર્યંચ જ્યારે ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે કાશ૦ + તે શ૦ + ૦ શ0 + વૈ૦ શ0 એ ચાર હોય છે. આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મહાત્મા જ્યારે આહારક શરીર બનાવે છે ત્યારે તેમને કોઇ
૨૬૭
For Private and Personal Use Only