________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન એ ત્રણ હોય. તેમજ કેટલાક જીવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન એ ૪ હોય પરંતુ કોઇપણ જીવને પાંચ જ્ઞાનો એકીસાથે હોતા નથી. કારણ કે અત્યાદિ ૪ જ્ઞાનો ક્ષયોપશમજન્ય હોવાથી કેવળીને ન હોય. માટે એક જીવને એકી સાથે વધુમાં વધુ ૪ જ્ઞાન હોઈ શકે. પ્રશ્ન:- ૪૯ “એક જીવને એકી સાથે કેટલા જ્ઞાનનો ઉપયોગ હોય?” જવાબ:- એક જીવને એકી સાથે બે ત્રણ કે ચાર જ્ઞાન શક્તિની અપેક્ષાએ હોય. પણ પ્રવૃતિની અપેક્ષાએ ન હોય. કારણ કે મતિ અને શ્રુતજ્ઞાનાવાળો અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાનવાળો જીવ જે સમયે મતિજ્ઞાન દ્વારા કોઈ વિષયને જાણવાની પ્રવૃત્તિ કરે તે વખતે પોતાનામાં મૃત અને અવધિની શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતો નથી. એ પ્રમાણે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ વખતે મતિ અને અવધિની શક્તિ હોવા છતાં પણ એ શક્તિને કામમાં લઈ શકતો નથી. એટલે એક આત્મામાં એકીસાથે ચાર જ્ઞાન હોવા છતાં એક સમયમાં કોઈ એક જ જ્ઞાન શક્તિનો ઉપયોગ કરી શકે છે. અન્ય શક્તિ તે સમયે નિષ્ક્રિય રહે છે. માટે એક જીવને એકી સાથે ચાર જ્ઞાન હોય તો પણ એક જ જ્ઞાનનો ઉપયોગ હોય છે. પ્રશ્નઃ- ૫૦ “જ્ઞાન અને જ્ઞાનાવરણીયકર્મમાં શું તફાવત છે?” “જ્ઞાન”
“જ્ઞાનાવરણીયકર્મ” (૧) આત્મ સ્વરૂપ છે.
(૧) પૌગલિક છે. (૨) વિશેષબોધાવગ્રાહી છે. (૨) વિશેષબોધને અટકાવનારૂ કર્મછે. (૩) સુખદાયી છે.
(૩) દુઃખદાયી છે. (૪) સ્વ-પર પ્રકાશક છે. (૪) આંખે બાંધેલા પાટા જેવું છે. પ્રશ્ન:- ૫૧ “જ્ઞાન અને દર્શનનો તફાવત જણાવો.” “જ્ઞાન”
દર્શન” (૧) વિશેષ બોધાવગ્રાહી છે.
(૧) સામાન્ય બોધાવગ્રાહી છે. (૨) જાણવાના સ્વભાવવાળુ છે. (૨) જોવાના સ્વભાવવાળુ છે. (૩) પાંચ પ્રકારે છે.
(૩) ચાર પ્રકારે છે. પ્રશ્નઃ- પર “જો જ્ઞાન જાણવાના સ્વભાવવાળુ છે અને દર્શન જોવાના સ્વભાવવાળુ છે એમ કહેશો તો શ્રુતદર્શન અને મનઃ પર્યવદર્શન નથી માટે શ્રુતજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાની જુએ છે. એવું કેમ કહી શકાય?
૨૫૪
For Private and Personal Use Only