________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેવા જ સ્વરૂપે સ્વીકારવા કે માનવા ન દે તે દર્શનમોહનીયકર્મ કહેવાય. અને જે યથાર્થ આચરણને અટકાવે તે ચારિત્રમોહનીયકર્મ કહેવાય. દર્શનમોહનીય યથાર્થ શ્રદ્ધાને કલુષિત કરે અને ચારિત્રમોહનીય યથાર્થ આચારણને કલુષિત કરે છે.
પ્રશ્ન:- ૫૯ “દર્શનાવરણીયકર્મ અને દર્શનમોહનીયકર્મમાં શું તફાવત
છે?”
જવાબઃ-દર્શનાવરણીયકર્મ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનને ઢાંકે છે. દર્શનમોહનીયકર્મ ક્ષાયિકસમ્યક્ત્વગુણને ઢાંકે છે. દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવ આંધળો, બહેરો, બોબડો થાય છે અને દર્શનમોહનીયકર્મના ઉદયથી જીવને સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ થતી નથી. દર્શનાવરણીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે અને દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન:- ૬૦ “જેમ ચક્ષુદર્શન કર્મો દ્વારા ઢંકાઇ જતાં, તેના ઉદયને લીધે જીવ જોવાનું કાર્ય કરી શકતો નથી. તેમ સમ્યગ્દર્શન ગુણ સ.મો. કર્મ દ્વારા ઢંકાઇ જતાં જીવને સભ્યશ્રદ્ધા કેવી રીતે થાય?” જવાબઃ-જેમ ચશ્માએ ચક્ષુનું આવરણ ઢાંકણ હોવા છતાં વસ્તુને જોવામાં અવરોધક બનતા નથી પરંતુ સહાયક બને છે. તેથી ચશ્માવાળો વસ્તુને સારી રીતે જોઇ શકે છે. તેમ સમ્યક્ત્વમોહનીયકર્મ સમ્યગ્દર્શનગુણનું આવરણ (ઢાંકણ) છે પણ તે શુદ્ધ કર્માવરણ હોવાથી સભ્યશ્રદ્ધામાં અવરોધક બનતું નથી પણ સહાયક બને છે. તેથી સમ્યક્ત્વમોહનીયકર્મના વિપાકોદય વખતે પણ જીવને સમ્યક્ત્રદ્ધા કે તત્ત્વરૂચિ પ્રગટે છે.
=
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ- ૬૧ ‘સમ્યક્ત્વમોહનીયના પુદ્ગલો બીલકુલ શુદ્ધ હોવાથી વિકાર ઉત્પન્ન થતો નથી તેથી આત્મા મુંઝાતો નથી તો ‘‘સમ્યક્ત્વ”ને દર્શનમોહનીય
કેમ કહેવાય?’’
જવાબ:- ‘‘અજવાળી તાયે રાત્રિ’’ એ લોકોકિત અનુસારે સમ્યક્ત્વ મોહનીય શુદ્ધ હોવા છતાં પણ મિથ્યાત્વના દલિકો હોવાથી, તેને ‘‘દર્શનમોહનીય’’ કહેવાય છે. વળી, સમ્યક્ત્વમોહનીયના ઉદય વખતે અતિચાર લાગી જાય છે તથા શુદ્ધસમ્યગ્ દર્શનાત્મક ઔપશમિક કે ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. માટે સમ્યક્ત્વને દર્શનમોહનીય કહેવાય છે.
૨૫૭
For Private and Personal Use Only