________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) “અધ્યવસાન (૨) નિમિત્ત (૩) આહાર (૪) વેદના (૫) પરાઘાત (૬) સ્પર્શ અને (૭) શ્વાસોચ્છવાસ. આ સાત પ્રકારે આયુષ્ય તુટે. (૧) અધ્યવસાન (અધ્યવસાય) - ૩ પ્રકારે છે.
(૧) રાગ (૨) ભય (૩) સ્નેહ.
(૧) અત્યંત રાગ કરવાથી, ભયથી કે સ્નેહથી આયુષ્ય તૂટે છે. દા. ત. એક અતિશય રૂપવાન યુવાનને જંગલમાં ફરતાં તરસ લાગવાથી પાણીની પરબે ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ આપ્યું. પછી સ્ત્રીએ યુવાનને ત્યાં રોકાવાનો આગ્રહ કર્યો પણ યુવાન ચાલતો થયો. સ્ત્રી તેની સામે જોઇ રહી, જ્યારે યુવાન અદશ્ય થયો ત્યારે તે સ્ત્રી તે યુવાન પ્રત્યેના રાગના અધ્યવસાયથી મરણ પામી. (૨) કૃષ્ણને જોઈને સોમિલ બ્રાહ્મણને ભય ઉત્પન્ન થવાથી હૃદયસ્ફોટ થતાં મરણ પામ્યો. (૩) સાર્થવાહ લાંબાકાળે પરદેશથી સ્વઘરે આવી રહ્યો છે. ત્યારે તેના આવ્યા પહેલા મિત્રોએ સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું કે “તમારો પતિ મૃત્યુ પામ્યો છે” એ સમાચારે સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘેર આવ્યો, પત્નીના મૃત્યુની વાત સાંભળી તે જ ક્ષણે તે પણ મૃત્યુ પામ્યો. (૨) દંડ, શસ્ત્ર, અગ્નિ વગેરે નિમિત્તોથી આયુષ્યનો ક્ષય થાય છે. (૩) ઘણું ખાવાથી, ઓછુ ખાવાથી, બીલકુલ આહાર નહીં મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. દા.ત. સંપ્રતિ મહારાજાનો પૂર્વભવનો જીવ દ્રમક અતિ આહારથી મૃત્યુ પામ્યો. (૪) શૂળાદિ રોગની પીડાથી આયુષ્યનો ક્ષય થાય તે વેદના કહેવાય. (૫) ભીંત, ભેખડ કે વીજળી વગેરે પડવાથી આયુષ્યનો ક્ષય થાય તે પરાઘાત કહેવાય. (૬) સર્પાદિના ડંશથી, ઝેરી જંતુ, વિષકન્યા કે ઝેરી સર્પાદિનાં સ્પર્શથી આયુષ્યનો ક્ષય થાય તે સ્પર્શથી ક્ષય થયો કહેવાય. (૭) દમ વગેરેના રોગથી, ઘણા શ્વાસોચ્છુવાસ લેવાથી અથવા ગ્વાસોચ્છવાસ રોકવાથી આયુષ્યનો ક્ષય થાય છે. પ્રશ્ન- ૭૫ “જ્ઞાનાવરણીયાદિ કર્મો અને આયુષ્યકર્મમાં શું તફાવત છે?” A. સજ્જવલાખ નિમિત્તે માદાર વેબ પરાયા છે wાણે માપવાનુ વિહં મારું | (આવશ્યકનિર્યુકિત)
૨૬૨
For Private and Personal Use Only