________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબ:- શતાવેદનીયકર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય છે અને અશાતા વેદનીયકર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય છે. તે વખતે સુખમાં પ્રીતિરૂપ આનંદ અને દુઃખમાં અપ્રીતિરૂપ ઉદ્વેગનો અનુભવ કરાવનાર રતિ-અરતિ મોહનીયકર્મ છે.
જેમ કે - વેદનીયકર્મોદયથી કેવળી ભગવંતને શારીરિક સુખ દુઃખનો અનુભવ થાય છે. પણ ઘાતકર્મોનો ક્ષય કરેલો હોવાથી સુખમાં આનંદ અને દુઃખમાં ઉગ હોતો નથી. માટે સુખ દુઃખનો અનુભવ કરાવનાર વેદનીયકર્મથી સુખમાં આનંદ તેમજ દુઃખમાં ઉગ કરાવનાર રતિ-અરતિ મોહનીયકર્મ જુદુ છે. પ્રશ્નઃ- ૭૧ “કપાઈ, ભંગીને જુગુપ્સા મોહનીયનો ઉદય હોય કે નહીં ?' જવાબ:- કપાઈ, ભંગી વગેરેને જુગુપ્સા મોહનીયનો ઉદય હોય છે.પણ તેઓ આજીવિકાના રાગથી ટેવાઈ ગયેલા હોવાથી વીષ્ટાદિમાં સૂગ ચઢતી નથી. માટે તેઓને જુગુપ્સા મોહનીયનો ઉદય નથી એમ ન સમજવું. પ્રશ્ન - ૭૨ “સિદ્ધ ભગવંતોને ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિકચારિત્ર કેવી રીતે ઘટે? કારણ કે સમ્યગદર્શન = સભ્યશ્રદ્ધા એ માનસિક પરિણામ છે. સિદ્ધોને મન હોતું નથી. માટે ક્ષાયિકસમ્યકત્વ ઘટે નહીં અને ચારિત્ર એટલે અશુભ યોગથી નિવૃત્તિ અને શુભયોગમાં પ્રવૃત્તિ એવો અર્થ થતો હોવાથી યોગરહિત સિદ્ધમાં ક્ષાયિક ચારિત્ર ઘટે નહીં? જવાબ:- ક્ષાયિકસમ્યગદર્શન અને ક્ષાયિકચારિત્રના વ્યવહારિક અને નૈૠયિકએમ બે ભેદ છે. એટલે વ્યવહારિક ક્ષાયિક સમ્યત્વકે ક્ષાયિક ચારિત્રસિદ્ધોને ઘટી શકતું નથી. પરંતુ દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાયના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલો જે વિશુદ્ધ આત્મ પરિણામ તે નૈયિકક્ષાયિકસમ્યક્ત્વ છે અને ચારિત્રમોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથીથયેલીસ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા એનૈશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે એ બને સિધ્ધોમાં ઘટી શકે છે. પ્રશ્ન- ૭૩ “વર્તમાનકાળમાં મનુષ્યનું આયુષ્ય કેટલું હોય?” જવાબઃ- જંબૂઢીપપન્નતિમાં કહ્યું છે કે વર્તમાનકાળમાં મનુષ્યો ઉત્કૃષ્ટથી ૧૨૦ વર્ષનાં આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન:- ૭૪ “ઉપક્રમ એટલે શું? આયુષ્યને કેટલા પ્રકારે ઉપક્રમ લાગે?” જવાબ- “ઉપક્રમ એટલે આયુષ્ય તુટવાનાં નિમિત્તો.” અપવર્તનીય આયુષ્યને સાત પ્રકારે ઉપક્રમ લાગે.
૨૬૧
For Private and Personal Use Only