________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ થી પ૬, સંજવલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. પ૭ થી ૬૦, સંજવલન પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૬૧ થી ૬૪, સંજવલન સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. પ્રશ્નઃ- ૬૮ “સંજવલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તો બાહુબલિને સંજવલનમાનકષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો?” જવાબ:- અહીં સ્થૂલદૃષ્ટિથી (વ્યવહાર નથી) રસની તરતમતાને કારણે કષાયના ફક્ત અનંતાનુબંધી વગેરે ૪ વિભાગ પાડેલા હોવાથી સંજવલનકષાયની સ્થિતિ પંદર દિવસની કહી છે. નિશ્ચયનયથી તો રસની તરતમતાને કારણે કષાયના અસંખ્યાતભેદ થાય છે. તેથી કષાયની સ્થિતિમાં વધઘટ થઇ શકે છે. એટલે બાહુબલીને સંજવલનકષાયની સ્થિતિ પંદર દિવસને બદલે બાર મહિનાની કહી છે અને પ્રસન્ન ચંદ્રરાજર્ષિને અનંતાનુબંધી કષાયની સ્થિતિ જીંદગી સુધીને બદલે અંતર્મુહૂર્તની કહી છે. પ્રશ્નઃ- ૬૯“ક્રોધાદિને રેખાદિની જ ઉપમા કેમ આપી? અન્યની કેમ નહીં ?” જવાબ:- જેમ લીટી દોરવાથી વસ્તુનો ભેદ સ્પષ્ટ સમજાઇ જાય છે. તેમ ક્રોધના ઉદયથી જીવોમાં પરસ્પર પ્રીતિનું અંતર પડી જાય છે. ઐક્યતા = સંપનો નાશ થાય છે. માટે ક્રોધને અન્યની ઉપમા ન આપતા રેખાની ઉપમા આપી છે.
જેમ નેતરાદિ વસ્તુ અક્કડ રહે છે તેમ માનકષાયવાળો જીવ અક્કડ રહે છે. માટે માનને અન્ય વસ્તુની ઉપમા ન આપતા નેતરાદિ અક્કડ વસ્તુની ઉપમા આપી
જેમ ઇંદ્ર ધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. માટે માયાને અન્ય વસ્તુની ઉપમા ન આપતાં, ઇંદ્ર ધનુષ્યની રેખાદિવક્ર વસ્તુની ઉપમા આપી છે. .
જેમ હળદળાદિ વસ્તુ વસ્ત્રમાં રંગીન ડાઘ પાડે છે. વસ્ત્રને રંગી નાખે છે. તેમ રાગ સ્વરૂપ લોભ આત્મારૂપ વસ્ત્રમાં ડાઘ પાડે છે. આત્માને રાગથી રંગી નાંખે છે. માટે લોભને અન્યની ઉપમા ન આપતા હળદળાદિની ઉપમા આપી છે. પ્રશ્ન:- ૭૦ “પ્રીતિરૂપ સુખ અને અપ્રીતિ રૂપ દુઃખ હોવાથી, સુખ દુઃખનો અનુભવ તો વેદનીય કર્મ દ્વારા જ થઇ જાય છે. તો રતિ-અરતિ મોહનીયકર્મને કહેવાની શી જરૂર?”
૨૬૦
For Private and Personal Use Only