________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમકે, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો પૈકી અક્ષરદ્યુતમાં લિપિરૂપ સંજ્ઞાક્ષર અને ઉચ્ચારરૂપ વ્યંજનાક્ષરદ્વારા દ્રવ્યાક્ષરનો બોધ થાય છે અને લક્ઝક્ષર દ્વારા ભાવાક્ષરનો બોધ થાય છે. સંજ્ઞીશ્રુત ને અસંજ્ઞીશ્રુત એ બે ભેદ દ્વારા સ્પષ્ટ-અસ્પષ્ટ ભાવથુત બતાવ્યું છે. સમ્યફથ્થત અને મિથ્યાશ્રુત દ્વારા તત્ત્વની દૃષ્ટિએ યથાર્થધૃત અને અયથાર્થધૃતનો બોધ થાય છે. સાદિસપર્યવસિતાદિ-૪ દ્વારા સમ્યફભાવશ્રુતનો બોધ થાય છે. ગમિક-અગમિક ભેદ દ્વારા શાસ્ત્રીય દ્રવ્યશ્રુતનાં સમાન-અસમાન પાઠનો બોધ થાય છે. છેલ્લા બે ભેદો શાસ્ત્રીય દ્રવ્યકૃતના કર્તાને આશ્રયીને બતાવેલા છે. તેથી મંદબુદ્ધિવાળા જીવને શ્રુતજ્ઞાનનો કાંઈક વિશેષતાપૂર્વક બોધ થાય છે. માટે અક્ષરદ્યુત-અનક્ષરદ્યુત સિવાયના બાકીના ભેદો કહેવા આવશ્યક છે. પ્રશ્ન:- ૩૭ “દેવનારકની જેમ મનુષ્ય તિર્યંચને જન્મથી જ અવધિજ્ઞાન કેમ ન હોય?” જવાબ:-દેવનારકમાં ભવની પ્રધાનતા છે. ક્ષયોપશમની ગૌણતા છે. જેમ પક્ષીની જાતિમાં જન્મ લેવા માત્રથી પાંખો મળી જતાં કુદરતી જ આકાશમાં ઉડવાની શક્તિ મળી જાય છે. તેમ દેવનારકમાં જન્મ લેવા માત્રથી સાહજિક જ અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. વિશેષ પ્રયત્નની જરૂર રહેતી નથી અને મનુષ્યતિર્યંચમાં ક્ષયોપશમની મુખ્યતા છે. ભવની નહીં માટે મનુષ્ય અને તિર્યંચને વિશિષ્ટ આરાધના દ્વારા ક્ષયોપશમ પ્રાપ્ત થાય તો અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે મનુષ્ય તિર્યંચને જન્મથી અવધિજ્ઞાન હોતું નથી. પણ જન્મ લીધા પછી વિશિષ્ટ પ્રયત્નો દ્વારા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો કે તીર્થકર ભગવંત કે અન્ય કોઈ મનુષ્યને જન્મથી અવધિજ્ઞાન હોય છે. પણ તેનું કારણ પૂર્વભવની વિશિષ્ટ આરાધના જ છે. કારણ કે મનુષ્ય-તિર્યંચને ક્ષયોપશમજન્ય જ અવધિજ્ઞાન હોય છે. પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ન હોય. પ્રશ્ન :- ૩૮ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કેટલા પ્રકારે હોય? જવાબ:- ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના પ્રતિપક્ષી ભેદ ન હોય. તેથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ૬ પ્રકારે નથી. પરંતુ (૧) અનુગામી અને અનનુગામીમાંથી અનુગામી જ હોય છે. (૨) વર્ધમાન અને હીયમાન હોતું નથી. પરંતુ અવસ્થિત જ હોય છે. (૩) પ્રતિપાતિ અને અપ્રતિપાતિમાંથી અપ્રતિપાતિ જ હોય છે. પ્રશ્ન- ૩૯ “અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનનો તફાવત જણાવો.
૨૫૦
For Private and Personal Use Only