________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબ:-“અવધિજ્ઞાન”
“મનઃ પર્યવજ્ઞાનઃ” (૧) રૂપીભદ્રવ્યોને સ્પષ્ટ જાણે છે. (૧) મનોદ્રવ્યને અત્યંત સ્પષ્ટ જાણે છે. માટે વિશુદ્ધ છે.
માટે વિશુદ્ધતર છે. (૨) અંગુલના અસંખ્યાતમાભાગથી (૨) માત્ર અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી
માંડીને સંપૂર્ણલોકમાં રહેલા રૂપી જીવોના મનના વિચારોને જાણે.
દ્રવ્યોને જાણે છે. (૩) ચારે ગતિના જીવોને હોય. (૩) માત્ર અપ્રમત સંયમીને હોય. (૪) કેટલાક પર્યાય સહિત સંપૂર્ણરૂપી (૪) અવધિજ્ઞાન કરતા અનંતમાં દ્રવ્યોને જાણે
ભાગ પ્રમાણ માત્ર મનો દ્રવ્યને
જાણે. (૫) પરભવમાં પણ સાથે જઈ શકે. (૫) માત્ર ચાલુ ભવ પુરતું જ હોય. (૬) અવધિજ્ઞાન કયારેક અવધિ અજ્ઞાન (૬) કયારેય વિપરીત થતું નથી.
(વિર્ભાગજ્ઞાન)માં પલટાઈ જાય. પ્રશ્નઃ- ૪૦ “અવધિજ્ઞાની મનનાં વિચારોને જાણી શકે કે નહીં?” જવાબ-મનોદ્રવ્ય રૂપી હોવાથી વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનનાં વિચારો પણ જાણી શકાય છે. અનુત્તરદેવો ભગવાને દ્રવ્યમનથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે. પ્રશ્નઃ - ૪૧ “અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો વિષયરૂપી દ્રવ્યો હોવાથી અવધિજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. તો મન:પર્યવજ્ઞાનને જુદુ કેમ કહ્યું?” જવાબઃ-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન અને રૂપી દ્રવ્યવિષયક હોવા છતાં અવધિજ્ઞાની સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે છે અને મન:પર્યવજ્ઞાની માત્ર મનોદ્રવ્યને જ જાણી શકે છે. અવધિજ્ઞાનના સ્વામી ચારગતિના જીવો છે અને મન:પર્યવજ્ઞાનના સ્વામી અપ્રમત્ત સંયમી જ છે. અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અત્યંત વિશુદ્ધ છે. એટલે વિશુદ્ધિ, સ્વામી, ક્ષેત્ર વગેરેનો ભેદ હોવાથી અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન જુદુ કહ્યું છે. પ્રશ્નઃ- ૪૨ “સાધ્વીજી મહારાજને મનઃ પર્યવજ્ઞાન થાય કે નહીં?” A. વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામિ વિષયેચ્ચો વધ મન:પર્યાયઃ || ૧, રદા”
૨ ૫૧.
For Private and Personal Use Only