________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ - ૧૬ “અર્થાવગ્રહ અને ઇહાનો તફાવત જણાવો.” જવાબઃ- “અર્થાવગ્રહ”
“ઇહા” (૧) સામાન્ય ધર્મગ્રાહી છે. (૧) વિશેષ ધર્મગ્રાહી છે. (૨) ૧ સમયનો કાળ છે.
(૨) અંતર્મુહૂર્તનો કાળ છે. (૩) ઇન્દ્રિયની સાથે પદાર્થનો (૩) ઇન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ અવશ્ય હોય છે.
સંબંધ હોય કે ન પણ હોય. (૪) ઇન્દ્રિયના વ્યાપારની (૪) મનો વ્યાપારની પ્રધાનતા હોય છે.
પ્રધાનતા હોય છે. પ્રશ્ન - ૧૭ “મતિજ્ઞાનની ઉત્પત્તિનો ક્રમ સદૃષ્ટાંત જણાવો.” જવાબઃ-લીંબડાનો રસ પીતી વખતે સૌ પ્રથમ રસનેન્દ્રિય સાથે લીંબડાના રસનો સંબંધ થતાં થોડી અસર થવા રૂપ અત્યંત અસ્પષ્ટ બોધ થાય તેને રસનેન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ કહેવાય. ત્યારબાદ “કાંઇક સ્વાદ આવ્યો” એવું જે જ્ઞાન થાય છે તે રસનેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ કહેવાય. ત્યારબાદ “આ લીંબડાનો રસ હોવો જોઈએ કરિયાતું નથી” એવી વિચારણાવાળુ જે જ્ઞાન તે રસનેન્દ્રિયજન્ય દુહા કહેવાય. ત્યારબાદ “આ લીંબડાનો જ રસ છે. કરિયાતું નથી” એવો જે નિર્ણય થાય તે રસનેનિદ્રયજન્ય અપાય કહેવાય. અને એ સ્વાદનાં જે ગાઢ સંસ્કાર પડી જાય તે રસનેન્દ્રિયજન્યધારણા કહેવાય. આ પ્રમાણે, કોઈ પણ વસ્તુનું મતિજ્ઞાન અવગ્રહાદિના ક્રમે જ થાય છે. પ્રશ્ન- ૧૮રોજીંદા વ્યવહારમાં આવતી વસ્તુના મતિજ્ઞાનમાં સીધો, “આ પુરુષ જ છે” એમ અપાય કે “આ તે જ વ્યક્તિ છે કે જેને મેં પૂર્વ જોયેલી” એમ સ્મૃતિરૂપ ધારણાનો અનુભવ થાય છે. પરંતુ અવગ્રહાદિનો અનુભવ થતો નથી તો મતિજ્ઞાનની ઉત્પત્તિ અવગ્રહાદિના ક્રમે જ થાય છે એમ કેવી રીતે કહી શકાય?” જવાબઃ- જેમ કોઈ શક્તિશાળી યુવાન કમળનાં સોપાંદડાની થપ્પી કરીને એકસાથે ઝડપથી વીંધી નાખે તો, ક્રમશ: એક એક પાંદડાનોછેદ થયો હોવા છતાં બધા પાંદડા એકી સાથે વીંધાઈ ગયા હોય એમ લાગે છે. તે રીતે, રોજીંદા વ્યવહારમાં આવતા પદાર્થનું જ્ઞાન ખૂબજ ઝડપથી થઇ જતું હોવાથી આપણને અવગ્રહાદિનો અનુભવ થયા વિના સીધો અપાય કે સ્મૃતિ રૂપ ધારણાનો અનુભવ થયો હોય એવું લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે કમળના દરેક પત્રો જેમ ક્રમશઃવીંધાય છે તેમઅવગ્રહાદિના ક્રમે જ મતિજ્ઞાન થાય છે.
૨૪૨
For Private and Personal Use Only