________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબ:- જેમ પ્રાણીને કોઈક રોગ થયો હોય તો, તે રોગનું નામ શું છે? કયા કારણોથી થયો છે? આગળ વધશે તો કેવું પરિણામ આવશે? એ રોગને મટાડવા કઈ દવા કરવી જોઇએ? એ રીતે રોગનું પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા સિવાય, અર્થાત રોગનું નિદાન કર્યા સિવાય દવા કરવાથી રોગ નાશ પામતો નથી. તેવી રીતે કર્મનું ભેદ-પ્રભેદ સહિત પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા વિના જલ્દીથી કર્મનો નાશ કરી શકાતો નથી. કારણ કે દરેક કર્મનાં બંધ હેતુ જુદા જુદા છે. તેમજ દરેક કર્મો જુદી જુદી રીતે ફલનો અનુભવ કરાવે છે. માટે દરેક કર્મોનું સ્વરૂપ ભિન્ન છે. વળી દરેક કર્મોને નાશ કરવાના ઉપાયો પણ અલગ અલગ છે. માટે કર્મનું ભેદપ્રભેદ સહિત પુરેપુરૂ સ્વરૂપ જાણ્યા વિના જલ્દીથી કર્મનો નાશ થતો નથી. તેથી કર્મના ભેદ-પ્રભેદ જાણવા માટે મહેનત કરવી જરૂરી છે. ' પ્રશ્નઃ- ૧૪“અંતરાય કર્મને અઘાતી કર્મની પાછળ અને વેદનીય કર્મને ઘાતી કર્મોની વચ્ચે કેમ મૂકયું?” જવાબઃ- અંતરાય કર્મઘાતી હોવા છતા પણ અઘાતી કર્મની જેમ આત્માના ગુણોનો સર્વથા ઘાત કરતુ નથી તથા અંતરાય કર્મોનો ઉદય વગેરે અઘાતી કર્મોના નિમિત્તથી થાય છે. માટે અંતરાયકર્મને અઘાતીની પાછળ મૂક્યું છે અને વેદનીયકર્મ અઘાતી હોવા છતાં પણ ઘાતી કર્મની જેમ મોહનીય કર્મના બળથી, આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે. કારણ કે વેદનીય કર્મ દ્વારા સુખ દુઃખનો અનુભવ થતા રાગાદિ થવાથી વીતરાગતા વગેરે આત્મિકગુણનો નાશ થાય છે. માટે વેદનીયકર્મ ઘાતી કર્મ જેવું કામ કરતું હોવાથી તેને ઘાતી કર્મોની વચ્ચે મૂક્યું છે. પ્રશ્ન- ૧૫ “વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહનો તફાવત જણાવો.” જવાબઃ- “યંજનાવગ્રહ”
અર્થાવગ્રહ” (૧) મનોવ્યાપાર ન હોવાથી (૧) અસ્પષ્ટ જ્ઞાનનો
જ્ઞાનનો અનુભવ થતો નથી. અનુભવ થાય છે. (૨) ૪ પ્રકાર છે.
(૨) ૬ પ્રકાર છે. (૩) અસંખ્યાત સમયનો કાળ છે. (૩) ૧ સમયનો કાળ છે. A. घाटीवि अघादिंवा णिस्सेसंघादणे असक्कादो । णाम तियणिमित्तादो विग्धं पडिदं अघादि चरिमम्हि ॥१७॥ घादिंव वेयणीयं मोहस्स बलेण घाददे जीवं । દ્રિયાતીમત્તે મોહિિહિંતુ પારા (જુઓ ગોમ્મસાર કર્મકાન્ડગાથા ૧૭.૧૯)
૨૪૧
For Private and Personal Use Only