________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમકે, રોહિણીયો ચોર ઘણીજ ચોરી કરતો હતો. કોઈપણ રીતે પકડાતો નહીં એક વખત એક ગામમાં તે ચોર આવ્યો છે. એવા સમાચાર મળતા રાજાએ પબ્લીકને બોલાવીને કડક આજ્ઞા કરી કે એક સપ્તાહ પછી તમારે સૌએ રાજસભામાં આવવું પરંતુ (૧) ચાલતા ચાલતા ન આવવું તેમજ વાહન ઉપર પણ ન આવવું (૨) ભોજન કરીને ન આવવું તેમજ ભૂખ્યા પણ ન આવવું (૩) તડકે ન આવવું તેમજ છાયે પણ ન આવવું (૪) દિવસે ન આવવું તેમજ રાત્રે પણ ન આવવું. આ રીત, રાજાની આજ્ઞા સાંભળીને ગામ લોકો ગભરાયા. કોયડો ઉકેલાતો નથી. ગામ લોકો ચિંતાતુર છે. તે વખતે સંતાયેલા રોહિણીયાએ ગામ લોકોને ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે કહ્યું કે (૧) તમારે લોકોને લાકડીનો ઘોડો કરીને સભામાં જવું. તેથી ચાલતા આવ્યા ન કહેવાય. તેમજ વાહન ઉપર આવ્યા ન કહેવાય. (૨) સીંગ-ચણા ફાકતા-ફાકતા જવું. તેથી ભોજન કરીને આવ્યા ન કહેવાય કે ભૂખ્યા પણ ન કહેવાય. (૩) કાંણાવાળી કામળી ઓઢીને જવું. તેથી તડકે આવ્યા ન કહેવાય કે છાંયે આવ્યા પણ ન કહેવાય. (૪) સંધ્યા સમયે જવું. તેથી દિવસે આવ્યા ન કહેવાય કે રાત્રે આવ્યા પણ ન કહેવાય. એ રીતે, ઉકેલ મળી જતાં ગામ લોકોની ચિંતા દૂર થઈ. એટલે રોહિણીયા ચોરની જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. પ્રશ્નઃ- ૨૨ વૈયિકી બુદ્ધિ એટલે શું? સદષ્ટાંત સમજાવો. જવાબઃ- ગુરુનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી, ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના રહસ્યને જાણનારી, આલોક અને પરલોકમાં ફળદાયી એવી બુદ્ધિ તેવૈનયિકીબુદ્ધિ કહેવાય.
જેમકે, એક વખત જંગલમાં રેતીની અંદર હાથીનાં પગલાં પડેલાં જોઈને વિનીતે અવિનીતને કહ્યું કે આ પગલાં ઉપરથી તને શું સમજાય છે?
અવિનીતે કહ્યું કે અહીંથી હાથી ગયો છે. વિનીતે કહ્યું કે હાથી નહીં પરંતુ હાથણી ગયેલી છે. તે હાથણી એક આંખે કાણી છે. તેની ઉપર રાજાની રાણી અથવા મોટા ઘરની સ્ત્રી બેઠેલી છે. તે સ્ત્રી સગર્ભા છે. અવિનીતે કહ્યું કે આવું કેવી રીતે સમજાય છે ? તે વખતે વિનીતે કહ્યું કે “ગતિક્રિયામાં પ્રથમ ડાબો પગ ઉપડેલો છે. તે એમ સૂચવે છે કે આ પુરુષ નથી પણ સ્ત્રી છે. કારણ કે પુરુષનો પ્રથમ જમણો પગ ઉપડે અને સ્ત્રીનો પ્રથમ ડાબો પગ ઉપડે. માટે આ પગલા હાથીના નથી પણ હાથણીના છે. તથા બન્ને બાજુ સુંદર વૃક્ષોની ઘટા છે. તેમાં એક બાજુના વૃક્ષોમાં સૂંઢ નાખેલી છે. બીજી બાજુ વૃક્ષો અખંડ છે.
૨૪૪
For Private and Personal Use Only