________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન:- ૧૯ જાતિસ્મરણ જ્ઞાન એટલે શું? તેનો સમાવેશ કયાં જ્ઞાનમાં થાય છે? જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે પોતાના કેટલા પૂર્વભવ દેખે? જવાબ:-પૂર્વભવમાં અનુભવેલા પ્રસંગોનું ચાલુ ભવમાં સ્મરણ થવું તે જાતિસ્મરણ જ્ઞાન કહેવાય. તેનો સમાવેશ મતિજ્ઞાનમાં થાય છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે પોતાના વ્યતીત થયેલા સંખ્યાતા ભવને દેખે. પ્રશ્ન- ૨૦“શ્રુત નિશ્રિતના ૨૮ ભેદ અને અશ્રુત નિશ્રિતના ૪ ભેદ મળીને મતિજ્ઞાનના કુલ ૩૨ ભેદ થાય છે. તો મતિજ્ઞાન ૨૮ ભેદે છે એમ કેમ કહ્યું?” જવાબઃ- મતિજ્ઞાનના કુલ-૩ર ભેદ થાય છે. પરંતુ ત્યાત્તિકી વગેરે બુદ્ધિ ચતુષ્કનો સમાવેશ અવગ્રહાદિ ૨૮ ભેદમાં થઈ જાય છે. માટે મતિજ્ઞાનના ૨૮ ભેદ જ કહ્યાં છે. જેમ કે કોઈ રાજાએ રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા કહ્યું કે, બીજા કુકડા વિના, મારા કુકડાને એકલાને જ યુદ્ધ કરાવ એ વખતે રોહકે વિચાર્યું કે બીજા કુકડા વિના એકલો જ કુકડો કેવી રીતે યુદ્ધ કરશે ? આ વિચારને “અવગ્રહ” કહેવાય. ત્યારબાદ રોહકને વિચાર આવ્યો કે પ્રતિબિંબ સાથે યુદ્ધ કરી શકશે પરંતુ યુદ્ધ માટે તળાવના પાણીમાં પડેલું પ્રતિબિંબ ફાવશે કે દર્પણમાં પડેલું પ્રતિબિંબ ફાવશે? તળાવમાં પડેલું પ્રતિબિંબ તો ક્ષણે ક્ષણે દૂર થાય છે અને અસ્પષ્ટ હોય છે. માટે દર્પણમાં પડેલું પ્રતિબિંબ યુદ્ધ માટે અનુકૂળ રહેશે ઈત્યાદિ વિચારણાવાળુ જ્ઞાન તે “હા” કહેવાય. ત્યારબાદ દર્પણમાં પડેલું પ્રતિબિંબ જ યુદ્ધ માટે યોગ્ય છે” એવો નિર્ણય કરવો તે “અપાય” કહેવાય. એ વિચારના સંસ્કાર જામ થઈ જાય તે “ધારણા” કહેવાય આ પ્રમાણે, ઔત્પાતિકી વગેરે બુદ્ધિ ચતુષ્કમાં અવગ્રહાદિ ઘટતા હોવાથી શ્રુતનિશ્રિતમતિજ્ઞાનના ૨૮ ભેદમાં બુદ્ધિ ચતુષ્કનો સમાવેશ થઈ જાય છે. માટે બુદ્ધિ ચતુષ્કને અલગ ન બતાવતા મતિજ્ઞાનના ૨૮ ભેદમાં સમાવેશ કરીને મતિજ્ઞાન ૨૮ પ્રકારે કહ્યું છે.
(જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૩૦૩, ૩૦૪) પ્રશ્ન:- ૨૧ ઔત્પાતિકી બુદ્ધિ એટલે શું? સદષ્ટાંત સમજાવો. જવાબઃ-પૂર્વ નહીં જોયેલા, નહીં સાંભળેલા કે નહી વિચારેલા એવા વિશિષ્ટ પ્રસંગે કાર્યસિદ્ધ કરવા માટે અચાનક જ ઉત્પન્ન થતી જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. A. કર્મગ્રન્થની ટીકામાં કહ્યું છે કે જ્ઞાતિ મરણપ સતિશત સંધ્યાત મવાવામ સ્વરૂપ વિજ્ઞાન છેઃ વ | જાતિ સ્મરણ જ્ઞાન પણ વ્યતીત થયેલ. સંખ્યાતા ભવોને જાણવાના સ્વભાવવાળુ મતિજ્ઞાનનાં ભેદ રૂપે જ છે.
૨૪૩
For Private and Personal Use Only