________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાહ રૂપે અનાદિકાળથી આત્મા પર કર્મો લાગેલા છે. તેથી તેના પર નવા કર્મો ચોંટી શકે છે. જો આત્મા પૂર્વે કયારેય કર્મથી લેપાયેલો ન હોય, તદ્દન નવો જ કર્મબંધ કરવાનો હોય તો આત્મા પર કર્મો ન ચોંટે પરંતુ આત્મા પ્રવાહ રૂપે અનાદિથી સુવર્ણ અને માટીની જેમ કર્મના લેપથી લેપાયેલો હોવાથી તેના પર નવાકર્મો સહેલાઇથી ચોંટી જાય છે. પ્રશ્ન- ૭ “જેમ આત્મા અને ચૈતન્યનના અનાદિ સંયોગનો કયારેય વિયોગ થતો નથી તેમ આત્મા અને કર્મના અનાદિ સંયોગનો વિયોગ કેવી રીતે થાય?” જવાબઃ-અનાદિ સંયોગ સ્થળે જો બન્ને વસ્તુનો સંયોગ સંબંધ હોય તો, તેનો વિયોગ થાય પરંતુ તાદાભ્ય સંબંધ હોય તો વિયોગ ન થાય. બે દ્રવ્યનો જે સંબંધ તે સંયોગ સંબંધ કહેવાય. તથા એક વસ્તુ દ્રવ્ય હોય અને બીજી વસ્તુ ગુણ હોય તો તે બન્નેનો જે સંબંધ તે તાદાત્મ સંબંધ કહેવાય. અહીં આત્મા અને ચૈતન્યનો જે સંબંધ છે. તે તાદાભ્ય સંબંધ છે. કારણ કે ચૈતન્ય એ ગુણ છે. અને આત્મા એ દ્રવ્ય(ગુણી) છે. ગુણ ગુણીનો હંમેશા તાદાત્મસંબંધ થાય છે. તેથી આત્મા અને ચૈતન્યનો વિયોગ ન થાય. પરંતુ સુવર્ણ અને માટીની જેમ આત્મા અને કર્મ એ બન્ને દ્રવ્યો જુદા છે. તેથી તેનો સંયોગસંબંધ થાય છે. માટે તે બન્નેનો વિયોગ થઈ શકે છે. પ્રશ્નઃ- ૮ “આકાશ અને મેરૂ પર્વત એ બને સંયોગસંબંધવાળા હોવા છતાં તે બનેના અનાદિ સંયોગનો વિયોગ થતો નથી તો જીવ અને કર્મના અનાદિ સંયોગનો વિયોગ કેવી રીતે થાય?” જવાબ-અહીં આકાશ અને મેરૂ પર્વતનું જે દૃષ્ટાંત આપ્યું છે. તેમાં આકારરૂપ પ્રવાહની અપેક્ષાએ આકાશ અને મેરૂનો સયોગસંબંધ અનાદિ છે. પરંતુ પરમાણુ યણુકાદિ સ્કંધ રૂપ દ્રવ્યો પ્રારંભવાળા (સાદિ) હોવાથી, વ્યક્તિરૂપે આકાશ અને મેરૂનો સંબંધ અનાદિ નથી, તેથી આકાશ અને મેરૂપર્વતનો સંબંધ પ્રવાહ રૂપે અનાદિ હોવા છતાં વ્યક્તિરૂપે આત્મા અને મેરૂનો સંબંધ સાદિ હોવાથી તે બન્નેનો અવશ્ય વિયોગ થાય છે. તેમ જીવની સાથે કર્મનો સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં વ્યક્તિરૂપે આદિ (પ્રારંભવાળો) હોવાથી, તેનો વિયોગ થઈ શકે છે.
૨૩૯
For Private and Personal Use Only