________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જ્ઞાનાવરણીયકર્મબંધના કારણો કહ્યાં છે. તે જ દર્શનાવરણીયકર્મના છે. કારણકે જ્ઞાનએ વિશેષ બોધ રૂપ છે. અને દર્શન એ સામાન્યબોધરૂપ છે, માટે બન્નેના બંધ હેતુ સરખા છે. તેથી જેમ જ્ઞાન, જ્ઞાની કે તેના સાધનો તરફ દુષ્ટાચરણાદિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેમ દર્શન = ચક્ષુદર્શનાદિ, દર્શની= સાધુ, સાધ્વી, જિનપ્રતિમા વગેરે. દર્શનનાં સાધનો = ઇન્દ્રિયો, સમ્મતિતર્ક, અને કાન્તજયપતાકાદિ ગ્રન્થો કે જિનમંદિર વગેરેની તરફ દુષ્ટાચરણથી, દર્શનીના દોષ ગ્રહણ કરવાથી, નાક-કાન વગેરે કાપવાથી અને હિંસાદિ પાપસ્થાનક આચરવાથી જીવ દર્શનાવરણીયકર્મ બાંધે છે. વેદનીયકર્મબંધના વિશેષ કારણો :गुरुभत्ति-खंति-करुणा वय-जोग-कसायविजय-दाणजुओ । दढधम्माई अजइ, सायमसायं विवज्जयओ ॥५४ ॥ ગુરુમવિત-ક્ષત્તિ-૬UT-વ્રત-યોગ-ષાવિનય કાનયુતર ! दढ धर्मादिरर्जयति सातमसातं विपर्ययतः ॥ ५४॥
ગાથાર્થ:- ગુરુભકિત, ક્ષમા, કરૂણા, વ્રત (દેશ વિરતિ અને સર્વવિરતિ) યોગ (સાધુ સમાચારીનું પાલન)થી યુકત, કષાય ઉપર વિજય મેળવનાર, દાનયુકત, ધર્મને વિષે દૃઢમનવાળો ઈત્યાદિ શતાવેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત હેતુ દ્વારા અશાતા વેદનીયકર્મ બંધાય છે.
વિવેચનઃ- (૧) ગુરુભકિત માતપિતા, ધર્માચાર્યો, વિદ્યાગુરુ, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, વગેરે પૂજ્યવર્ગ કહેવાય. તેમનું મનથી બહુમાન કરવું, વચનથી
સ્તુતિ કરવી અને કાયાથી સેવા કરવી તે ભકિત કહેવાય. (૨) ક્ષમા = ક્રોધનો ત્યાગ. કોઈ વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સામનો કરવાની શકિત હોવા છતા, તેના અપરાધને સમજણપૂર્વક સમભાવે સહન કરવો તે ક્ષમા કહેવાય. (૩) કરૂણા- “દરેક પ્રાણી પ્રત્યે દયાભાવ રાખવો.” દીન, દુઃખી, અનાથ, અપંગ, નિરાધારાદિ પ્રાણી નાનું હોય કે મોટુ હોય, પોતાનું હોય કે પારકુ હોય તો પણ ભેદભાવ રાખ્યા વિના તેના દુઃખને દૂર કરવા માટે શક્ય તેટલી કોશીશ કરવી તે કરૂણા કહેવાય. A યોગશાસ્ત્ર ગ્રન્થના ૪ પ્રકાશમાં કહ્યું છે કે, જ્ઞાન, દર્શન, જ્ઞાની, દર્શની અને જ્ઞાન તથા દર્શનના સાધનોમાં વિઘ્ન, અપાલાપ, નિંદા, આશાતના, નાશ અને મત્સર કરવો. તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મના હેતુઓ છે.
૨૨૬
For Private and Personal Use Only