________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથાર્થ - (જ્ઞાનાદિ, તેના સાધનો તેમજ જ્ઞાની વગેરેની તરફ) દુષ્ટ આચરણ, તેઓનો અપલાપ, નાશ, દ્વેષ, અંતરાય અને અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દર્શનાવરણકર્મ બાંધે છે. વિવેચનઃ- જ્ઞાન = મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાની = મતિ, શ્રત વગેરે જ્ઞાનવાળો, જ્ઞાનના સાધન એટલે પુસ્તક, પોથી, ઠવણી, પાટી, પન, પેન્સીલ, સાપડ, નવકારવાળી
વગેરે.
(૧) પ્રત્યેનીક = પ્રતિકૂળ વર્તન કે દુષ્ટાચરણ
“જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે પ્રતિકૂળ વર્તવું અથવા દુષ્ટભાવ ધારણ કરવો [દુશ્મનાવટ ઉભી કરવી] તે પ્રત્યેનીક કહેવાય.”
જ્ઞાનનો ગર્વ કરવો, અકાળે ભણવું, ભણાવવું, અભ્યાસમાં પ્રમાદ કરવો, સ્વાધ્યાય, વ્યાખ્યાન શ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટો ઉપદેશ આપવો, ગ્રન્થનો અભ્યાસ કર્યા વિના ઉપલકદષ્ટિએ ધર્મ વિરૂદ્ધ ટીકા કરવી, સિદ્ધાંત વિરૂદ્ધ બોલવું, શાસ્ત્રો વેચવા વગેરે તથા જ્ઞાનીની પ્રતિકૂળ વર્તવુ, મશ્કરી કરવી, જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું વગેરે તથા જ્ઞાનના સાધનો પુસ્તકાદિ તરફ દુષ્ટભાવ ધારણ કરવો ઇત્યાદિપ્રત્યનીકપણું કહેવાય. (૨) નિતવ = છુપાવવું.
જે જીવ અભિમાનને લીધે જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવે તેમની પાસે ભણ્યો હોય છતાં એમ કહે કે હું તેમની પાસે ભણ્યો નથી, પોતાની પાસે જ્ઞાન હોવા છતાં કોઈ ભણવા આવે તો હું જાણતો નથી એમ કહી જ્ઞાનને છુપાવે. પોતાની પાસે જ્ઞાનના સાધનો હોવા છતાં “મારી પાસે નથી.” એમ કહેવું તે નિહ્નવ કહેવાય. (૩) ઉપઘાત = નાશ.
જ્ઞાની તથા જ્ઞાનના સાધનોનો નાશ કરવો તે ઉપઘાત” દા.ત. જ્ઞાની પુરૂષોને મારવા, જ્ઞાનશાળા કે પુસ્તકાદિને બાળી નાખવા ઈત્યાદિ ઉપઘાત કહેવાય. (૪) પ્રષિ = આંતરિક દ્વેષ, કે પ્રકૃષ્ટ દ્રષ. જ્ઞાની તથા જ્ઞાનના સાધનો ઉપર આંતરિક વૈષ તે પ્રàષ કહેવાય.
૨૨૪
For Private and Personal Use Only