________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાસ્યાદિનોકષાય ચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તથા શબ્દ, રૂપ, રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોમાં આસકત મનવાળો જીવ વેદનોકષાય ચારિત્રમોહનીયકર્મને બાંધે છે.” * નરકાયુષ્યકર્મબંધના વિશેષ કારણો -
મહારંભ અને પરિગ્રહમાં આસકત થયેલ, રૌદ્રપરિણામી, પંચેન્દ્રિયનો વધ કરનાર, માંસ ખાનાર, વારંવાર મૈથુન સેવન કરનાર, બીજાનું ધન-ધાન્યાદિ ચોરનાર જીવ ^નરકાયુષ્ય બાંધે છે. તિર્યંચ અને મનુષ્યાયુષ્યના વિશેષ બંધ હેતુઓ :तिरियाउं गुढहियओ, सढो ससल्लो तहा मणुस्साउं । पयईइ तणुकसाओ, दाणरुई मम्झिमगुणो अ॥१७॥ तिर्यगायुर्गुढह्रदयः शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायो दानरुचिर्मध्यमगुणश्च ।।५॥
ગાથાર્થ:- ગૂઢ હૃદયવાળો, શઠ અને શલ્યયુક્તજીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. જે જીવ સ્વભાવથી અલ્પકષાયવાળો, દાનની રૂચિવાળો તથા મધ્યમગુણવાળો હોય તે મનુષ્યાયુષ્ય બાંધે છે. વિવેચન- (૧) ઉદાયી રાજાને મારનાર વિનયરત્ન નામના સાધુની જેમ જેના દિલની વાત કોઇપણ જાણી ન શકે એવા ગુપ્ત હૃદયવાળો જે હોય તે ગૂઢહૃદયી કહેવાય. (૨) શ્રીપાળ રાજાની પ્રત્યે ધવલશેઠની જેમ જે વ્યકિત વિકસિત કમળના પાંદડાની જેમ હસતા મુખવાળો હોય, જેની વાણી ચંદન જેવી શીતલ હોય કે જે ભલભલાને ફસાવે, અને જેનું હૃદય કાતરનું કામ કરતું હોય તે શઠ (ધૂતારો) કહેવાય. (૩) લક્ષ્મણા સાધ્વીની જેમ જે વ્યકિતએ સ્વીકાર કરેલા વ્રત નિયમોમાં રાગાદિને વશ થઈ અનેક રીતે અતિચારો લગાડ્યા હોય પણ તેની આલોચના કે પ્રાયશ્ચિત ન કર્યું હોય તેવો જીવ શલ્યયુકત કહેવાય. એટલે ગુપ્ત હૃદયવાળો, શઠ, શલ્યયુકત, ખોટા તોલમાપ કરનાર, કાળાબજાર કરનાર, A યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, પંચેન્દ્રિયનો વધ કરવો, ઘણો આરંભ અને પરિગ્રહ માંસનું ભોજન, વૈરની દઢતા, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા, જૂઠું બોલવું, પારદ્રવ્યનું હરણ કરવુ, વારંવાર મૈથુન સેવવુ અને ઇન્દ્રિયોને વશ રહેવું તે નરકાયુષ્યના હેતુઓ છે.
૨૩૧
For Private and Personal Use Only