________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ- (૧) ગુણગ્રાહીઃ- “બીજાના ગુણમાત્રને જોનાર અને દોષની ઉપેક્ષા કરનાર.” (૨) મદરહિતઃ- “ઉત્તમજાતિ, કુલ, ઐશ્વર્ય, લાભ, બલ, રૂપ તપ અને મૃત (વિદ્યા) યુકત હોવા છતાં અહંકાર રહિત હોય.” (૩) “ પ્રતિદિન સ્વયં ભણતો હોય અને બીજાને ભણાવતો હોય સ્વયં ભણવા કે ભણાવવાની શકિત ન હોય તો પણ તે તરફ બહુમાન રાખતો હોય, ભણનાર કે ભણાવનારનું હાર્દિક અનુમોદન કરતો હોય. (૪) “જિન, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ચૈત્ય, અને માતપિતા કે અન્ય ગુણીજનોની ભકિત કરનાર”, “ સ્વનિંદા અને પરપ્રશંસા કરનાર” જીવ ઉચ્ચગોત્રકર્મને બાંધે છે.,
ઉચ્ચગોત્ર કર્મબંધના કારણોથી વિરૂદ્ધ સ્વભાવવાળો એટલે કે “ જેનામાં ગુણદષ્ટિ ન હોય પરંતુ દોષ દૃષ્ટિ જ હોય”, “જાતિ, કુલ વગેરેનું અભિમાન હોય”, “ભણવા કે ભણવવામાં અરૂચિ હોય”, “તીર્થકર, સિદ્ધ, આચાર્ય વગેરે ગુણીજનો પ્રત્યે ભકિત, બહુમાન ન હોય.” “સ્વપ્રશંસા અને પરનિંદા કરનાર જીવ નીચગોત્ર કર્મ બાંધે છે.” અંતરાયકર્મબંધના કારણો - जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरिहिं ॥६०॥ जिनपूजा विध्नकरो, हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोडयं लिखितो देवेन्द्रसूरिभिः ॥६०॥
ગાથાર્થ - જિનપૂજામાં વિદન કરનાર, હિંસાદિમાં તત્પર જીવ અંતરાય કર્મને બાંધે છે. એ પ્રમાણે, આ “કર્મવિપાક" દેવેન્દ્રસૂરિ મહારાજા વડે લખાયો છે. A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, પારકાની નિંદા, તિરસ્કાર અને ઉપહાસ કરવો, સદ્દગુણનો લોપ કરવો, બીજાના સાચાખોટા દોષને કહેવા, પોતાની પ્રશંસા કરવી, પોતાના સાચા-ખોટા ગુણના વખાણ કરવા, પોતાના દોષો ઢાંકવા, અને જાત્યાદિનો મદ કરવો તે સર્વે નીચગોત્રના હેતુઓ છે. નીચગોત્રના હેતુથી વિપરીત ગર્વરહિતપણું મન-વચન અને કાયા વડે વિનય કરવો એ સર્વે ઉચ્ચગોત્રના હેતુ છે.
૨૩૫
For Private and Personal Use Only