________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય બાંધે છે. (૨) આત્મસ્વરૂપને જાણ્યાવિના અજ્ઞાનપણે કાયકલેશાદિ બાહ્યતપ કરે એવા મિથ્યાદૃષ્ટિ જીવને અજ્ઞાનતપસ્વી અથવા બાલતપસ્વી કહેવાય. (૩) અજ્ઞાનતાથી અનિચ્છાએ કોઇક સંયોગોને વશ થઈને ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વગેરે સહન કરવાથી, બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા નહી હોવા છતાં પણ સ્ત્રી નહી મળવાથી કે રોગાદિનાં કારણે મરણાદિનાભયથી બ્રહ્મચર્ય પાળવાથી તથા ડાંસ, મચ્છર વગેરેનો ડંખ સહન કરવાથી જે કર્મનો ક્ષય થાય છે તે અકામનિર્જરા કહેવાય. બાલતપસ્વી અને અકામનિર્જરાવાળો જીવ ભવનપતિ અને વ્યત્તરદેવનું આયુષ્ય બાંધે છે. નામકર્મબંધનાં વિશેષ કારણો :
નામકર્મની દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન વર્ણાદિ-૪ શુભવિહાયોગતિ, પરાઘાતસપ્તક ત્રસાદિ-૧૦ એમ કુલ ૩૭ પ્રકૃતિ શુભ છે. અને બાકીની અશુભ છે.
આ રીતે નામકર્મની પ્રકૃતિઓ શુભ અને અશુભ એમ બે વિભાગમાં વહેચાયેલી હોવાથી નામકર્મના બંધ હેતુઓ શુભ અને અશુભ એમ ૨ પ્રકારે કહ્યાં છે. તેમાં શુભ નામકર્મના બંધહેતુથી અશુભનામકર્મના બંધહેતુ વિપરીત છે. (૧) શુભનામકર્મબંધનાં વિશેષ કારણો - (૧) સરલ = માયા કે કપટ રહિત. (૨) ગારવ રહિત :- ગારવ- ૩ પ્રકારે છે. (૧) ઋદ્ધિગારવ, (૨) રસગારવ, (૩) શાતાગારવ. (૧) “જે જીવ ધન સંપત્તિ વગેરેથી પોતાની જાતને મોટી (મહત્વશાળી) માને એટલેકે ઋદ્ધિનો ગર્વ કરે તે ઋદ્ધિગારવ કહેવાય.” (૨) “ જે જીવને ઘી, દૂધ, તેલ, ગોળ, સાકરાદિ અનેક જાતનાં ખાટામીઠા રસો કે રસવંતી ચીજો મળતી હોય તે જીવ તેમાં જ પોતાની જાતને મોટી માને એટલે કે રસનો ગર્વ કરે તે રસગારવ કહેવાય.” A. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, કલ્યાણ મિત્રનો યોગ, ધર્મશ્રવણ, સુપાત્ર, તપ, શ્રદ્ધા, જ્ઞાનાદિ રત્નત્રયીની અવિરાધના, મૃત્યુ અવસરે તેજો લેગ્યા અને પાલેશ્યાના પરિણામ, અજ્ઞાન તપ, અગ્નિ, પાણી ઇત્યાદિ વડે મરણ થવું અને અવ્યકત સામાયિક આ સર્વે દેવાયુષ્યના બંધ હેતુ છે.
૨૩૩
For Private and Personal Use Only