________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) “તીર્થકરદેવોની નિંદા કરવી.”
જેમકે દુનિયામાં સર્વશ કોઈ થઈ શકતું જ નથી. તીર્થકર સર્વજ્ઞ હતા એ વાત ખોટી છે. તેઓ સમવસરણમાં છત્ર, ચામર, સિંહાસનાદિનો ઉપભોગ કરતા હોવાથી રાગી છે. પણ વિતરાગી નથી ઇત્યાદિ બોલવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૫) “સાધુની નિંદા કરવી.”
જેમકે સાધુ-સાધ્વી કદી સ્નાન નહીં કરતા હોવાથી તેઓનું શરીર પવિત્ર નથી. સમાજનું અન્ન ખાઈને ભારરૂપ થાય છે. ઇત્યાદિ બોલવાથી અથવા સાધુ-સાધ્વીની સાથે દુશ્મનાવટ રાખવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે. (૬) “જિન પ્રતિમાની નિંદા કરવી, આશાતના કરવી કે અપલાપ કરવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.” (૭) “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા, દ્રોહ કે અપલાપ કરવાથી જીવ દર્શનમોહનીયકર્મને બાંધે છે.”
આદિ શબ્દથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ તથા આગમાદિની નિંદા કરવાથી કે તેના પ્રત્યે પ્રતિકૂળ કે વિરૂદ્ધ વર્તન કરવાથી જીવ દર્શન Aમોહનીયકર્મને બાંધે છે. ચારિત્રમોહનીય અને નરકાયુષ્યકર્મબંધનાં કારણો - दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महारंभ-परिग्गहरओ रुद्दो ॥५६॥ द्विविधमपि चरणमोहं कषाय-हास्यादि-विषयविवशमनाः । बध्नाति नरकायुमंहारम्भ-परिग्रहरतो रौद्रः ॥५६॥ .
ગાથાર્થ - કષાય, હાસ્યાદિ અને વિષયમાં વશ થયેલું છે મન જેનુ એવો જીવ બન્ને પ્રકારનાં ચારિત્રમોહનીયકર્મને બાંધે છે. તથા મહારંભ અને પરિગ્રહમાં રકત અને રૌદ્રપરિણામી જીવ નરકાયુષ્ય બાંધે છે. A. યોગ શાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે, વીતરાગ, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ અને સર્વદેવોનો અવર્ણવાદ, તીવ્ર મિથ્યાત્વનો પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવોનો અપલાપ કરવો ધાર્મિકદોષનું કથન કરવું, ઉન્માર્ગના દર્શન તથા અનર્થનો આગ્રહ અસંયતની પૂજા, વગર વિચાર્યું કરવું, ગુરુ આદિનો તિરસ્કાર કરવો વગેરે દર્શનમોહનીયકર્મબંધના હેતુઓ છે.
૨૨૯
For Private and Personal Use Only