________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા.ત. ભણેલા તો અભિમાની હોય છે. ભણેલાને મરી જવાનું છે. અને અભણને પણ મરી જવાનું છે. તો ભણવાથી શું લાભ? ભણેલા ભીખ માંગે છે, અને અભણ પેઢીઓ ચલાવે છે. ભણવાથી મગજ કટાઈ જાય, વહેમી થવાય. એના કરતાં અભણ મૂર્ખતામાં મજા છે. પંડિત બનવામાં માલ નથી. પાઠશાળા વગેરે સંસ્થાઓ નકામી છે. એ રીતે જ્ઞાન તથા જ્ઞાનના સાધનો તરફનો પ્રકૃણ જે ઠેષભાવ તે પ્રષિ કહેવાય. (૫) અંતરાય = વિઘ નાખવું.
“વિદ્યાર્થી ભણતો હોય ત્યારે વિઘ નાખવું. દા.ત. વિદ્યાર્થીને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન તથા પુસ્તકાદિની અનુકૂળતા ન થવા દેવી, કોઇક ભણતું હોય ત્યારે રાડો પાડીને અભ્યાસમાં આવતા કરવી, વિદ્યાભ્યાસ છોડાવીને વિદ્યાર્થીને બીજાકામમાં લગાડવો, કોઈ વિદ્યાર્થી તીવ્રબુદ્ધિશાળી હોય તો અભ્યાસમાં આગળ વધતો અટકાવી દેવો. ઇત્યાદિને અંતરાય કહેવાય. (૬) અત્યંત આશાતના. જ્ઞાનીની ખૂબ જ નિંદા કરવી, લોકમાં હલકા પાડવાની કુચેષ્ટા કરવી, માર્મિક પીડા થાય તેવી માયાજાળ બિછાવવી, જ્ઞાનીને પ્રાણાંત કષ્ટ થાય તેવા પ્રપંચો રચવા તે અત્યંત આશાતના કહેવાય. - વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના
આચાર્ય, ઉપાધ્યાય પદસ્થો તથા ગુરૂ વગેરેનો અવિનય કરવો, અકાળે ભણવું, કાળે ન ભણવુ, સ્મશાનાદિ નિષેધ કરેલા સ્થાનમાં સ્વાધ્યાયાદિ કરવા, વિદ્યાગુરૂનું અપમાન કે નિંદા કરવી, આંગળીએ થૂક લગાડીને પુસ્તકનાં પાના ફેરવવા, પુસ્તકાદિને ભૂમિ પર મૂકવા, ગમે ત્યાં ફેંકી દેવા, પગ અડાડવો, તેની તરફ પગ કરવા, પૂંઠ કરવી, ઓશિકુ બનાવવું, પુસ્તક ભરેલી પેટી કે કબાટ પર બેસવું અક્ષરો ઘૂંકથી ભૂંસવા, અક્ષરવાળા પેંડા, કપડા, સાબુ વગેરેનો ઉપયોગ કરવો, કાગળોમાં ખાદ્ય પદાર્થ બાંધવા, તેમાં ખાવું, તેના ઉપર ઝાડો પેશાબ કરવા, કાગળો ગમે ત્યાં ફેકી દેવા, બાળી નાખવા, કાનો, માત્રો ઓછો વાંચવો, સૂત્ર કે અર્થ, કે તે બન્ને જુઠા કહેવા કે માનવા, શાસ્ત્રો ખોટા છે એમ કહેવું કે માનવું, તોતડો, બોબડો દેખી મશ્કરી કરવી, એઠા મુખે બોલવું, અશુચિમય અવસ્થામાં બોલવું ઇત્યાદિથી જ્ઞાનાવરણીકર્મ બંધાય છે.” તેથી કાલાન્તરે તેનો ઉદય થતાં જ્ઞાન ચઢતું નથી.”
૨૨૫
૧૫
For Private and Personal Use Only