________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કર્મબંધના હેતુ)
“જીવ અનાદિકાળથી, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ દ્વારા સતત કર્મબંધ કર્યા કરે છે જ્યાં સુધી મિથ્યાત્વાદિ દોષોનો નાશ ન થાય ત્યાં સુધી સતત કર્મબંધ ચાલુ રહે છે તેથી મિથ્યાત્વાદિને કર્મબંધના સામાન્ય (સાધારણ) કારણો કહ્યાં છે.” તે સામાન્ય હેતુ દ્વારા જીવ પ્રતિસમયે આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મો બાંધે છે. આયુષ્ય એક ભવમાં ફક્ત એક જ વાર બંધાતુ હોવાથી જયારે આયુષ્યકર્મને બંધ કરે ત્યારે આઠકર્મ બંધાય છે.
મિથ્યાત્વાદિ સામાન્ય હેતુની સાથે જ્ઞાનાદિની આશાતના વગેરે પ્રવૃત્તિ જેટલો સમય ચાલુ રહે તેટલો સમય જ્ઞાનાવરણીયાદિ કર્મમાં માત્ર સ્થિતિ અને રસનો વધારો થવા રૂપ વિશેષતા થતી હોવાથી તેને કર્મબંધના વિશેષ કારણો કહ્યાં છે.” એટલે વિશેષ બંધ હેતુઓ માત્ર દીર્ઘસ્થિતિબંધ અને તીવ્રરસબંધની અપેક્ષાએ જાણવા. કર્મબંધના સામાન્ય હેતુઓ ગ્રન્થની શરૂઆતમાં કહ્યાં. હવે ગ્રન્થના અંતમાં માત્ર વિશેષબંધ હેતુઓ કહે છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધના વિશેષ કારણો. पडिणीयत्तण-निह्नव-उवधाय-पओस-अंतराएण । अच्चासायणयाए, आवरणदुर्ग जिओ जयइ ॥५३॥ प्रत्यनीकत्व-निह्नव-उपघात-प्रद्वेष-अन्तरायेण । अत्याशातनया आवरणद्विकं जीवो जयति ।। ५३॥ A. સપ્ત તત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે, ए ए पइकम्म पडिनियया आसवा ठिई-अणुभाग बंधा विक्खाए विण्णेआ । पगइ- पदेस વંધા વિશ્વાણ પુખ વિરેસે બૅવિ વ્યક્રમ્માન માસવી અવંતિ | અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મના નિમ્રતબંધહેતુઓ સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ જાણવા. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ સર્વે પણ સર્વકર્મબંધના હેતુઓ સમજવા.
૨૨૩
For Private and Personal Use Only