________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ વધુને વધુ પ્રગટ થતો જાય છે. તેમ તેમ મનવચન અને કાયાની પ્રવૃત્તિ (યોગ) મંદ પડતી જાય છે. અર્થાત્ આત્મપ્રદેશોનું આંદોલન મંદ પડતુ જાય છે. જ્યારે વીર્યાન્તરાયકર્મનો સંપૂર્ણ ક્ષય થઇ જાય ત્યારે ક્ષાયિકભાવનું આત્મિકવીર્ય પ્રગટ થાય છે. ક્ષાયિકલબ્ધિવીર્યવાળો આત્મા જ્યારે યોગનિરોધ કરે છે. ત્યારે આત્મિકવીર્ય સ્થિર બની જાય છે. તે વખતનું જે વ્રીર્ય તે સ્વાભાવિક વીર્ય કહેવાય. એટલે વીર્યાન્તરાય કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે.
સંસારીજીવની ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાની અપેક્ષાએ વીર્ય [આત્મિક શક્તિ] ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી વીર્યને અટકાવનારૂ વીર્યાન્તરાયકર્મ ત્રણ પ્રકારે કહ્યું છે.
(૧) મિથ્યાર્દષ્ટિ જીવની સાંસારિક કાર્યો કરવાની શક્તિને બાલવીર્ય કહેવાય. અને “ જે કર્મના ઉદયથી જીવ સાંસારિક કાર્યો કરી શકતો નથી તે બાલવીર્યાન્તરાયકર્મ કહેવાય.’’
(૨) મુનિઓની મોક્ષ માટેની ક્રિયા કરવાની જે શકિત તે પંડિતવીર્ય કહેવાય. અને “જે કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિ સાધુ મોક્ષનો અભિલાષી હોવા છતાં સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, તપ કે યોગાદિ કાર્ય કરી શકતો નથી તે પંડિતવીર્યાન્તરાયકર્મ કહેવાય.”
(૩) શ્રાવકોની મોક્ષ માટેની ક્રિયા કરવાની જે શકિત તે બાલપંડિતવીર્ય કહેવાય. અને જે કર્મના ઉદયથી શ્રાવક દેશવિરતિ ધર્મનું પાલન કરી શકતો નથી તે બાલપંડિતવીર્યાન્તરાય કર્મ કહેવાય.’
66
આ પ્રમાણે વીર્યાન્તરાયકર્મ ત્રણ પ્રકારે છે.
અંતરાયકર્મનું સ્વરૂપ :
सिरिहरिय समं एयं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्धेण जीवो वि ॥ ५२ ॥
श्रीगृहिक सममेतद् यथा प्रतिकूलेन तेन राजादिः । न करोति दानादिकमेवं विघ्नेन जीवोऽपि ॥ ५२ ॥
૨૨૧
For Private and Personal Use Only