________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(શારીરિક બળ) અને મનોયોગ (મનોબળ) મજબૂત હોય તેટલા પ્રમાણમાં જીવ આત્મિક શકિતનો ઉપયોગ વધુ કરી શકે. અર્થાત્ પરાક્રમ (વીર્ય) વધારે ફોરવી શકે. તેથી અત્યંત પરાક્રમી (ઉત્કૃષ્ટયોગી) ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ કરી શકે છે. તથા નિર્બળ વ્યકિત ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ કરી શકતો નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રથમ સંઘયણવાળો જીવ અંતર્મુહૂર્તકાળ માત્રમાં સંપૂર્ણકર્મને ક્ષય કરીને મોક્ષમાં જઈ શકે અને ઉત્કૃષ્ટ પાપ કરે તો સાતમી નરકમાં જાય અને છેલ્લા સંઘયણવાળો ગમે તેટલી ધર્મારાધના કરે તો પણ ૪ દેવલોક અને ગમે તેટલું પાપ કરે તો પણ બીજી નરક સુધી જ જઈ શકે છે. એટલે “વ્યવહારિક દૃષ્ટિએ જીવને વર્યાન્તરાય કર્મના ઉદયથી નિર્બળ શરીરાદિની પ્રાપ્તિ થાય છે. અને વીર્યાન્તરાયકર્મનાં ક્ષયોપશયથી મજબૂત શરીરાદિની પ્રાપ્તિ થાય છે.”
અંતરાયકર્મના ક્ષયોપશયથી આપવું, મેળવવું, ભોગવવું, મહાપરાક્રમ કરવું વગેરે વ્યવહારિક પ્રવૃત્તિ થઈ શકે છે. પરંતુ અંતરાયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિકભાવની દાનાદિ લબ્ધિ પ્રગટ થાય ત્યારે જગતમાં રહેલી ભોગ્ય કે ઉપભોગ્ય તમામ વસ્તુને આપી શકે, મેળવી શકે, ભોગવી શકે, જગતને ઉથલપાથલ કરી શકે એવી આત્મિકશક્તિ ઉત્પન્ન થવાં છતાં સિદ્ધાત્માને તે વખતે આપવું, મેળવવું, ભોગવવુ કે વીર્યને ફોરવવું એવી કોઈજ વ્યવહારિક પ્રવૃત્તિ ન હોય પરંતુ નૈશ્વિયિક દાનાદિ પ્રવૃત્તિ અવશ્ય હોય છે. તેમાં (૧) સર્વ વસ્તુનો ત્યાગ કરવો તે દાન. (૨) આત્મિકગુણોને મેળવવા તે લાભ. (૩) આત્મિકગુણોનો ભોગવટો કરવો તે ભોગ. (૪) આત્મિક ગુણોનો ઉપભોગ કરવો તે ઉપભોગ અને (૫) આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ સ્વાભાવિક વીર્ય હોય છે. કારણકે જેમ જેમ A. તત્વાર્થ સૂત્ર ૬,૭. B. વ્યવહારિક દૃષ્ટિમાં શારીરિકાદિ બળની પ્રધાનતા છે. જોકે શારીરિકબળ પુગલમાંથી બનેલું હોવાથી પોગલિકવીર્ય કહેવાય. તો પણ શારીરિકબળ નિમિત્ત કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહારિક દૃષ્ટિએ તેને પણ વીર્ય (યોગ) કહ્યું છે. પ્રાથમિક કક્ષામાં વીર્યનો અર્થ શારીરિકરિબળ=કાયયોગાદિ તરીકે પ્રસિદ્ધ છે.
૨૨૦
For Private and Personal Use Only