________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ અનંતભોગશકિતનો માલિક હોવાથી જગતમાં રહેલી સંપૂર્ણ ભાગ્ય વસ્તુનો ભોગવટો કરી શકે તેમ છે. પણ કોઇક વિદ્ઘ આવી જવાથી ભોગવી ન શકે તે “ભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ભોગાન્તરાયકર્મ છે. “અનંતભોગશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને ભોગાન્તરાયકર્મ કહેવાય.”
ભોગાન્તરાયકર્મના ઉદયથી, આહારદિ ભોગ્ય વસ્તુ અઢળક હોય, પોતે તેનો ત્યાગી ન હોય, છતાં પણ તે ભોગ્યવસ્તુ ભોગવી શકતો નથી. દા.ત. મમ્મણશેઠ. (૪) ઉપભોગાન્તરાય કર્મ :- ૩+મુન્ ધાતુને અર્થ ઉપભોગ કરવો.
જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપભોગ્ય કહેવાય.” દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે.
જીવ અનંત ઉપભોગશકિતનો માલિક હોવાથી, જગતમાં રહેલી તમામ ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકે તેમ છે. પણ કોઈક વિધૂ આવી જવાથી ઉપભોગ્ય વસ્તુને ભોગવી શકતો નથી તે “ઉપભોગાન્તરાય” કહેવાય. તેનું કારણ ઉપભોગાન્તરાયકર્મ છે.
અનંત ઉપભોગશકિતને ઢાંકનાર કાર્મણધોને ઉપભોગાત્તરાયકર્મ કહેવાય.”
ઉપભોગાન્તરાયકર્મના ઉદયથી જીવની પાસે અલંકારાદિ ઉપભોગ્ય વસ્તુ હોય, તેનો ત્યાગ કરેલો ન હોય, છતા પણ તે વસ્તુનો ઉપભોગ કરી શકતો નથી. દા.ત. વિધવા સ્ત્રી. (પ) વીર્યાન્તરાયકર્મ :- “વીર્ય = આત્મિક શકિત.” વીર્યનો અર્થ યોગ, શકિત, ઉત્સાહ, બળ, પરાક્રમ વગેરે થાય છે. જીવ અનંતશકિતનો માલિક હોવાથી, મેરુ ને દંડ અને જંબૂદ્વીપને છત્ર કરવા રૂપ જગતને ઉથલ-પાથલ કરી નાખવાની શકિત છે. એટલે કે જીવ અંનતવીર્યનો માલિક છે.
અનંતવીર્યગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને વર્યાન્તરાયકર્મ કહેવાય.” વીર્ય- ૩ પ્રકારે છે. (૧) આવૃતવીર્ય (૨) લબ્ધિવીર્ય (૩) કરણવીર્ય. (૧) “જેટલું આત્મિકવીર્ય કર્યદ્વારા ઢંકાયેલું હોય તેને આવૃતવીર્ય કહેવાય.”
૨ ૧૮
For Private and Personal Use Only