________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-(૧) અગુરુલઘુગુણને ઢાંકનાર શુભરસયુકત કાર્મણસ્કંધોને ઉચ્ચગોત્રકર્મ કહેવાય.” કે જે જીવો નીચ શબ્દવડે બોલાવાય છે. તે નીચગોત્ર કહેવાય.” તેનું કારણ નીચગોત્રકર્મ છે. (૨) “અગુરુલઘુગુણને ઢાંકનાર અશુભરસયુકત કાર્મણકંધોને નીચગોત્રકર્મ કહેવાય.”
અહીં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એ કાર્ય છે. તેનું કારણ અગુરુલઘુગુણને ઢાંકનાર કાર્મણકંધો છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને (કાસ્કિંધોને) ઉચ્ચગોત્રકર્મ અને નીચગોત્રકર્મ કહ્યું છે.
(અંતરાયકર્મ)
અંતરાય = અટકાવી દેનાર = વિઘ કરનાર” હિમાલયમાંથી નીકળતા નદીના પ્રવાહને અટકાવી દેનાર પર્વતની જેમ આત્મામાંથી પ્રવાહ રૂપે નીકળતી ક્ષાયોપથમિક દાનાદિ લબ્ધિને [દાનાદિશકિત] ને અટકાવી દેનારૂ જે કર્મ તે અંતરાયકર્મ કહેવાય. A. ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વીરજિનેશ્વરે કહ્યું છે કે, ઉન્ન પટ્ટવિટું હોવુ, વં નીર્થ મણિ” જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, બળ, તપ, શ્રત, લાભ અને ઐશ્વર્ય એ આઠની પ્રાપ્તિ થાય તે ઉચ્ચગોત્ર કહેવાય. તેનાથી વિપરીત (હલકા) જાતિ-કુળાદિ પ્રાપ્ત થાય તે નીચગોત્ર કહેવાય. B.યદ્યપિ હિમાલયમાંથી નીકળતા નદીના પ્રવાહને વૈતાઢ્ય પર્વત સંપૂર્ણતયા અટકાવી શકતો નથી. કોઇપણ રીતે નદીનું વહેણ પર્વતને ભેદીને બહાર નીકળી જાય છે. તેમ આત્મામાંથી નીકળતી પ્રવાહરૂપ દાનાદિશક્તિને અંતરાયકર્મરૂપી પર્વત સંપૂર્ણતયા અટકાવી શકતો નથી, અત્યંત મંદ ગતિએ પણ દાનાદિ પ્રવાહ નિરંતર વહ્યા જ કરે છે. તેને શ0 ૫૦ માં દાનાદિલબ્ધિનો ક્ષયોપશમ કહે છે. સર્વ સંસારી જીવોને અનાદિકાળથી અંતરાયકર્મોનો મંદ ક્ષયોપશમ તો હોય જ છે. એટલે દાનાદિશકિતને અંતરાયકર્મ સંપૂર્ણતયા અટકાવી શકતું નથી. માટે તેને દેશઘાતી કહ્યું છે.
૨૧૬
For Private and Personal Use Only