________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા એક, બે, ચાર, સંખ્યાત કે અસંખ્યાત લબ્ધિ=શકિતનો નહીં પણ અનંતશકિતનો માલિક છે. તે સર્વે લબ્ધિ=શકિતનું વર્ગીકરણ કરીને * મહાપુરૂષોએ તે સર્વેનો દાનાદિ પાંચ લબ્ધિમાં સમાવેશ કરી આપ્યો હોવાથી, તેને ઢાંકનાર અંતરાયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. (૧) દાનાંતરાયકર્મ- ધાતુનો અર્થ આપવું થાય છે. '
પોતાની માલિકીની વસ્તુ બીજાને આપવી તે દાન કહેવાય.” જીવ અનંતદાનશકિતનો માલિક હોવાથી જીવની ઇચ્છા પોતાની માલિકીની ભોગ્ય કે ઉપભોગ્ય સર્વ વસ્તુ આપી દેવાની હોય છે. પણ આપી શકતો નથી દાન દેતી વખતે કોઈક વિઘ્ન આવી જવાથી, તે દાન દેતો અટકી જાય છે. તે “દાનાત્તરાય” કહેવાય. તેનું કારણ દાનાન્નરાકર્મ છે. અનંતદાનશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને દાનાન્તરાયકર્મ કહેવાય.
દાનાંતરાયકર્મના ઉદયથી, જીવની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, લેનાર ગુણવાન પાત્રની હાજરી હોય, દાનનું ફળ જાણતો હોય છતાં પોતાની માલિકીની વસ્તુ બીજાને આપી શકતો નથી. દા.ત. કપિલાદાસી. (૨) લાભાારાયકર્મ :- 7મ ધાતુનો અર્થ મેળવવુ થાય છે. “ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ કહેવાય.” જીવ અનંતલાભશકિતનો માલિક હોવાથી, જગતમાં રહેલી ભોગ્ય કે ઉપભોગ્ય સર્વવસ્તુ મેળવી શકે તેમ છે. પણ મેળવી શકતો નથી, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ વખતે કોઈક વિદ્ઘ આવી જાય છે અથવા ભોગ્ય કે ઉપભોગ્ય વસ્તુ મેળવવાનો ઉત્સાહ થતો નથી. તે “લાભાન્તરાય” કહેવાય. તેનું કારણ લાભાન્તરાયકર્મ
“અનંતલાભશકિતને ઢાંકનાર કાર્મણસ્કંધોને લાભાન્તરાયકર્મ કહેવાય.”
લાભાન્તરાય કર્મના ઉદયથી દાતા ઉદાર હોય, તેની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, યાચક કુશળતાથી માંગણી કરતો હોય છતાં પણ યાચકને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દા.ત. ઋષભદેવભગવાનને લાભાન્તરાયકર્મના ઉદયથી એકવર્ષ સુધી આહાર ન મળ્યો. (૩) ભોગાન્તરાયકર્મ” મુન્ ધાતુનો અર્થ ભોગવવું થાય છે. “જે વસ્તુનો એક જ વાર ઉપયોગ થઈ શકે તે ભોગ્ય સામગ્રી કહેવાય.” દા.ત. આહાર, ફૂલ, અત્તર વગેરે.
૨૧ ૭.
For Private and Personal Use Only