________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથાર્થ - સુઘટ= સારા ઘટ અને ભુંભલા= મદિરાદિ ભરવાના ઘટને બનાવનાર કુંભારની જેમ ઉચ્ચ અને નીચ એમ-૨ પ્રકારે ગોત્રકર્મ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં વિઘ કરનારું અંતરાયકર્મ પાંચ પ્રકારે છે.
વિવેચનઃ- “ક શબ્દે ધાતુનો અર્થ બોલાવવું થાય છે.” (“જીવ જે શબ્દવડે બોલાવાય [ગવાય) તે ગોત્ર કહેવાય.” કોઇપણ શુદ્ધ આત્મા ભારે નથી કે હલકો નથી. મોટો નથી કે નાનો નથી. ઉચ્ચ નીચના ભેદ રહિત “અગુરુલઘુગુણવાળો છે. પરંતુ અગુરુલઘુગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, “જીવ ઉચ્ચ-નીચ શબ્દવડે બોલાવાય [ગવાય] છે તે ગોત્ર કહેવાય.” તેનું કારણ ગોત્રનામકર્મ છે.
કુંભારના ઘડા જેવું ગોત્રકર્મ -
ગોત્રકર્મને કુંભારની ઉપમા આપી છે. જે રીતે, | કુંભારનાચ્છ જૈવું !
| કુંભાર એક જ જાતની માટીમાંથી દરેક ઘડા બનાવતો
હોવા છતાં, કેટલાક ઘડા એવા સરસ બનાવે છે કે
તે ઘડાની મંગળકળશ તરીકે સ્થાપના થાય છે. તેથી છે કે તે ઘડા પુષ્પ, ચંદન, અક્ષતાદિથી પૂજાય છે. અને તે | ગોઝ કર્મ 1 જ જાતની માટીમાંથી કેટલાક એવા ઘડા બનાવે છે.
કે તે ઘડાનો મદિરાદિ ભરવાના પાત્ર તરીકે ઉપયોગ થાય. તેવા ઘડા લોકમાં નિંદા કે તિરસ્કારને પાત્ર બને છે. એવી રીતે. કેટલાક
જીવો ઉચ્ચ સંસ્કારવાળા દેશ, કુલ, જાતિમાં જન્મ ધારણ કરવા માત્રથી તે નિર્ધન, કુરૂપ અને મંદબુદ્ધિવાળો હોય તો પણ પ્રશંસાને પામે છે. તે ઉચ્ચ શબ્દવડે બોલાવાય છે. અને કેટલાક જીવો હલકા સંસ્કારવાળા દેશ, કુલ, જાતિમાં જન્મ ધારણ કરવામાત્રથી તે ધનવાન, સુંદર અને બુદ્ધિમાન હોય તો પણ નિંદા કે તિરસ્કારને પાત્ર બને છે. તે નીચ શબ્દવડે બોલાવાય છે.
જે જીવો ઉચ્ચ શબ્દવડે બોલાવાય છે. તે ઉચ્ચગોત્ર કહેવાય.” તેનું કારણ ઉચ્ચગોત્રકર્મ છે. A. અગુરુલઘુગુણ અને અગુરુલઘુનામકર્મ આ બન્ને જુદા છે. અગુરુલઘુગુણ એ જીવનો મૂળ સ્વભાવ છે. અને અગુરુલઘુનામકર્મ. એ પુદ્ગલસ્વરૂપ છે.
૨૧૫
For Private and Personal Use Only