________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેનું કારણ પૂર્વભવનું તૈજસશરીરરૂપ જઠરાગ્નિ છે એટલે ઉત્પત્તિસ્થાને જીવ તૈ.શ. અને કા.શ. યુક્ત આવતો હોવાથી જીવની સાથે અનાદિકાળથી તૈજસશરીર અને કાર્યણશ૨ી૨ જોડાયેલું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
અહીં શરી૨નામકર્મ પાંચ પ્રકારે કહ્યું છે. તેમાંથી જે શરીરનામકર્મનો ઉદય હોય તે જ શરીરને યોગ્ય પુદ્ગલો જીવ ગ્રહણ કરી શકે છે. અન્યશરીરને યોગ્ય પુદ્ગલો જીવ ગ્રહણ કરી શકતો નથી. જો આવી વ્યવસ્થા ન હોય તો અમુકશરીર બનાવવામાટે અમુકજાતનાં પુદ્ગલો ગ્રહણ કરવા જોઈએ એવો નિયમ ન રહે. તેથી ઔદારિક શ૨ી૨બનાવવામાટે વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો અને વૈક્રિયશરીર બનાવવામાટે ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થઈ જાય. આવો ગોટાળો ન થાય માટે તે તે શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરવા માટે તે તે શરીર નામકર્મની અવશ્ય જરૂર રહે છે.
અંગોપાંગનામકર્મના ભેદ :
बाहूरु पिट्ठ सिर उर, उअरंग उवंग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणु तिगस्सुवंगाणि ॥३३॥ बाहूरू पृष्टिः शिर उर उदरमङ्गानि उपाङ्गान्यङ्गलि प्रमुखाणि । शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्यो पाङ्गानि ॥३३॥
ગાથાર્થ :- બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી અને પેટ એ ૮ અંગ છે. આંગળી વગેરે ઉપાંગ છે. અને બાકીના આંગળીના વેઢા, રેખા વગેરે અંગોપાંગ છે. પ્રથમના ત્રણ શરીરને જ ઉપાંગ = અંગોપાંગ છે.
વિવેચન :- અંગ + ઉપાંગ = અંગોપાંગ
अङ्गोपाङ्गानि च अङ्गोपाङ्गानि च इति अङ्गोपाङ्गानि च
અહીં અંગોપાંગ શબ્દની સાથે અંગોપાંગ શબ્દનો એકશેષ સમાસ થવાથી વ્યાકરણના નિયમ મુજબ એક અંગોપાંગ શબ્દનો લોપ થયેલો છે, તેથી અંગોપાંગ શબ્દના અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ અર્થ થાય.
(૧) “શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય.” દા. ત. બે હાથ, બે પગ, માથુ, પીઠ, છાતી, પેટ વગેરે... (૨) “અંગના અવયવો (વિભાગ)ને ઉપાંગ કહેવાય”
૧૭૬
For Private and Personal Use Only