________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનસ્પતિકાયના જીવ જાણવા. તેનું કારણ સ્થાવરનામકર્મ છે. એટલે,
જે કર્મના ઉદયથી જીવ ગરમી વગેરેથી ત્રાસ પામવા છતાં તે સ્થાનને છોડીને, અન્યત્ર જઈ શકે નહીં તે સ્થાવર નામકર્મ કહેવાય.” (૨) બાદર અને સૂકમનામકર્મનું સ્વરૂપ
જેમ દીપકનો સ્વભાવ સંકોચ અને વિકાસ પામવાનો હોવાથી, જો દીપકને મોટા ઓરડામાં મૂકવામાં આવે તો, તેનો પ્રકાશ સંપૂર્ણ ઓરડામાં ફેલાય છે. અને તે જ દીપકને જો નાની પેટીમાં પૂરવામાં આવે તો તેનો પ્રકાશ પેટીમાં સમાઈ જાય છે. તેમ જીવ પ્રદેશોનો સ્વભાવ સંકોચ અને વિકાસ પામવાનો હોવાથી, ક્યારેક જીવપ્રદેશો સાધિક હજાર યોજન, તો ક્યારેક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં સમાઈ જાય છે. તે વખતે જીવનું એક શરીર કે અસંખ્ય શરીરનો પિંડ જો આંખથી દેખી શકાય તેવો હોય તો, તેને શાપ૦માં બાદર(ચૂલ) શરીર કહેવાય તેનું કારણ બાદરનામકર્મ છે. અને અસંખ્ય શરીરનો પિંડ પણ જો આંખથી ન દેખી શકાય તેવો હોય તો તેને શા.પ. માં સૂક્ષ્મ શરીર કહેવાય. તેનું કારણ સૂક્ષ્મનામકર્મ
જે કર્મના ઉદયથી જીવનું એકશરીર કે અસંખ્ય શરીરનો પિંડ જો આંખથી - દેખી શકાય તો તેને બાદરનામકર્મ કહેવાય.” અને “જે કર્મના ઉદયથી
અસંખ્યશરીરનો પિંડ થવા છતાં પણ આંખથી ન દેખી શકાય તે સૂક્ષ્મનામકર્મ કહેવાય.” સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સૂક્ષ્મનામકર્મનો ઉદય હોય છે. યદ્યપિ બાદર પૃથ્વીકાયાદિમાં અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. પરંતુ બાદર વાયુકાયમાં અપ્રકટ રૂપ હોવાથી તેઓનાં અસંખ્યશરીરનો પિંડ પણ આંખથી દેખી શકાતો નથી. માટે તેમાં બાદરનું લક્ષણ ઘટતું નથી. એવુ ન સમજવું. કારણકે વાયુકાયના અસંખ્ય શરીરના પિંડને ચામડીથી જાણી શકાય છે. માટે જે કર્મના ઉદયથી જીવનું એક શરીર કે બાદર પૃથ્વીકાયાદિના A. અહીં “જે આંખથી દેખી શકાય તે બાદર કહેવાય.” એવો બાદર શબ્દનો લોકપ્રસિદ્ધ અર્થન કરવો. કારણકે પૃથ્વીકાયાદિ બાદર છે. અને તેઓનું એક શરીર આંખથી દેખી શકાતું નથી. પરંતુ પૃથ્વીકાયાદિમાં જો અસંખ્ય શરીરનોપિંડહોયતો જ આંખથી દેખી શકાય છે. માટે જેનુ એકં શરીર અથવા જેઓનાં અસંખ્ય શરીરનો પિંડ આંખથી દેખી શકાય તે બાદર કહેવાય. એમ કહેવું.
૨૦૪
For Private and Personal Use Only