________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોચું જ રહે. પણ અક્કડ [સ્થિર] રહી શકે નહીં. માટે શારીરિકપ્રવૃતિ થઈ શકે નહીં. કારણકે સ્થિરનામકર્મ અને અસ્થિરનામકર્મ અમુક અવયવોને સ્થિર અને અસ્થિર રાખે છે. તેથી શારીરિક પ્રવૃત્તિમાં વાંધો આવતો નથી માટે સ્થિર- અસ્થિર બને નામકર્મ જરૂરી છે. (૬) શુભ- અશુભ નામકર્મનું સ્વરૂપ :
અંગોપાંગનામકર્મ શરીરના નાના-મોટા તમામ અવયવો તૈયાર કરી આપે છે. અને નિર્માણનામકર્મ, તેને યોગ્ય સ્થાને ગોઠવી આપે છે. તેમાં નાભિથી ઉપરના ભાગમાં મસ્તક, આંખ, કાન, નાક, જીભ, હૃદય, મગજાદિ જે અવયવો ગોઠવાયેલા છે. તે વધુ ઉપયોગી, શોભા ઉત્પન્ન કરનારા તેમજ તેનો સ્પર્શ આનંદદાયક હોવાથી, તે “શુભ ગણાય તેનું કારણ શુભનામકર્મ છે. અને નાભિથી નીચેના ભાગમાં પગ, મળાશય, મૂત્રાશયાદિ જે અવયવો ગોઠવાયેલા છે તે અરૂચિકર હોઇ, તેનો સ્પર્શ નારાજગીનો અનુભવ કરાવતો હોવાથી તે અશુભ ગણાય. તેનું કારણ અશુભનામકર્મ છે.
(“શુભનામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તકાદિ અવયવોનો સ્પર્શ આનંદનો અનુભવ કરાવતો હોવાથી તે અવયવો શુભ કહેવાય છે.” અને “અશુભનામકર્મના ઉદયથી નાભિથી નીચેના ભાગમાં રહેલા પગાદિ અવયવોનો સ્પર્શ નારાજગીનો અનુભવ કરાવતો હોવાથી તે અશુભ કહેવાય છે.”)
નિર્માણનામકર્મ શરીરના તમામ અવયવોને યોગ્ય સ્થાને ગોઠવી આપે. પણ અમુક અવયવો શુભ છે. અને અમુક અવયવો અશુભ છે એ પ્રમાણે શુભાશુભપણું નક્કી કરી આપતો નથી. એટલે શરીરના અવયવોમાં શુભાશુભપણું નક્કી કરી આપવાનું કામ શુભનામકર્મ અને અશુભનામકર્મ કરે છે માટે શુભનામકર્મ અને અશુભનામકર્મ માનવું આવશ્યક છે. (૭) સુભગ અને દુર્ભગનામકર્મનું સ્વરૂપ :
' જે જીવે કોઇના ઉપર બીલકુલ ઉપકાર ન કર્યો હોવા છતા તે સર્વલોકોને A शुभभाव-शोभा-माङगल्य निर्वर्तकं शुभनाम, तद्विपरीत निर्वर्तकमशुभनाम (તત્વાર્થ ભાષ્ય) II૮, ૨૨ | અર્થાત્ શુભભાવ, શોભા અને મંગળને ઉત્પન્ન કરનાર શુભનામ છે. તેથી વિપરીત અશુભનામ છે.
૨ ૧૧
For Private and Personal Use Only