________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દને આપણે ચાલુભાષામાં “અવાજ” કહીએ છીએ. એ અવાજ કેટલાક લોકોનો એવો મીઠો હોય છે કે સાંભળનારને આનંદનો અનુભવ થાય. તેનું કારણ સુસ્વરનામકર્મ છે. અને કેટલાક લોકોનો અવાજ એવો ખરાબ હોય છે કે સાંભળનારને કંટાળો આવે. તેનું કારણ દુઃસ્વરનામકર્મ છે. એટલે,
જે કર્મના ઉદયથી જીવનો અવાજ એવો મીઠો હોય કે સાંભળનારને આનંદ આવે તે સુસ્વર નામકર્મ કહેવાય.” તથા “જે કર્મના ઉદયથી જીવનો અવાજ એવો ખરાબ હોય કે સાંભળનારને કંટાળો આવે તે દુઃસ્વરનામકર્મ કહેવાય.”
આ બન્ને કર્મ જીવવિપાકી છે. અને શબ્દ એ પુદ્ગલસ્વરૂપ છે. છતાં પણ સારો અવાજ જીવને આનંદનો અનુભવ કરાવે છે. અને ખરાબ અવાજ કંટાળાજનક લાગે છે. માટે અવાજના સારા કે ખરાબપણાની અસર જીવ ઉપર થાય છે. માટે અવાજ પુગલસ્વરૂપ હોવા છતાં આ બન્ને કર્મ જીવવિપાકી કહ્યાં છે.
જો આ બન્ને કર્મો ન હોય તો દરેકનો અવાજ કાં તો મીઠો હોય, કાંતો ખરાબ હોય. એમ એકજ જાતના અવાજનો અનુભવ થાય. પણ અમુકનો અવાજ મીઠો અને અમુકનો અવાજ ખરાબ લાગે છે. તેનું કારણ સુસ્વરનામકર્મ અને દુઃસ્વર નામકર્મ છે. (૯) આદેય-અનાદેયનામકર્મનું સ્વરૂપ :
જગતના કેટલાક લોકો સમાનાધિકારી હોવા છતાં તેમાંના કોઈક વ્યકિતનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોક માન્ય કરે. તે લોકમાં આદરણીય બને છે. તેનું કારણ આયનામકર્મ છે. અને કોઇકવ્યકિતનું હિતકારીવચન પણ માન્ય ન થાય. તે લોકમાં અનાદરણીય બને છે. તેનું કારણ અનાદેયનામકર્મ છે.
' “જે કર્મના ઉદયથી જીવનું ગેરવ્યાજબી વચન પણ સર્વલોક માન્ય કરે તે આયનામકર્મ કહેવાય.” અને “જે કર્મના ઉદયથી જીવનું હિતકારી વચન પણ માન્ય ન થાય તે અનાદેયનામકર્મ કહેવાય.”
જો આદેય-અનાદેયનામકર્મ ન હોય તો, સમાનાધિકારીમાંથી એકનું ગેરવ્યાજબી વચન માન્ય થાય. અને બીજાનું હિતકારી વચન પણ માન્ય ન થાય. એવો ભેદ જોવા ન મળે. સર્વદા આદરણીય આત્મા ક્યારેક આદરણીય અને ક્યારેક અનાદરણીય ન બને.
૨ ૧૩
For Private and Personal Use Only