________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
^કેટલાક જીવો સ્વતંત્ર રીતે જ પોતાનું એકશરીર બાધે છે. તેને શા૦ ૫૦માં “પ્રત્યેક શરીર” કહે છે. તેનું કારણ પ્રત્યેક શરીર નામકર્મ છે. એટલે, જે કર્મના ઉદયથી જાદાજુદા જીવોને પ્રત્યેક=જુદા જુદા શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ કહેવાય.”
ઉત્પત્તિસ્થાને આવેલા કેટલાક જીવો સ્વતંત્રરીતે પોતે એકલો એક શરીર ન બાંધી શકે પણ અનંતા જીવો ભેગા થઇને તે સર્વેની વચ્ચે સહિયારુ એક શરીર બાંધે. તેને શા૦ ૫૦માં “સાધારણશરીર' કહે છે. તેનું કારણ સાધારણનામકર્મ છે. ઍટલે, “જે કર્મના ઉદયથી અનંતજીવોને રહેવા માટે
સહિયારૂ એક શરીર મળે તે સાધારણનામકર્મ કહેવાય.”
જો આ બન્ને કર્મો ન હોય તો, જગતના તમામ જીવો વચ્ચે એક શ૨ી૨ હોય કે એક જીવને બે-ત્રણ શરીર પણ હોય. પરંતુ એક જીવ એકજ શરીરનો માલિક હોય કે અનંતાજીવને સહિયારૂ એક શરીર મળે એવી વ્યવસ્થા ન રહે માટે આ બન્ને કર્મો માનવા જરૂરી છે.
(૫) સ્થિર-અસ્થિર નામકર્મનું સ્વરૂપ :
અંગોપાંગનામકર્મ શરીરના નાના-મોટા તમામ અવયવો બનાવી આપે છે. તેમાંના હાડકા, દાંતાદિ કેટલાક અવયવો અક્કડ રહે છે. તે “સ્થિર” કહેવાય. તેનું કારણ સ્થિરનામકર્મ છે. અને જીભ, આંખ, પાંપણાદિ કેટલાક અવયવો સ્થિર રહી શકતા નથી તે ‘“અસ્થિર’ કહેવાય. તેનું કારણ અસ્થિરનામકર્મ છે. એટલે, (૧) “જે કર્મના ઉદયથી હાડકા, દાંતાદિ શરીરના અવયવો સ્થિર રહી શકે તે સ્થિરનામકર્મ કહેવાય.’’ તથા, (૨) “ જે કર્મના ઉદયથી જીભાદિ શરીરના અવયવો સ્થિર ન રહી શકતા હોય તે અસ્થિરનામકર્મ કહેવાય.”
જો અસ્થિરનામકર્મ ન હોય તો શરીર લાકડાની પૂતળીની માફક સ્થિર જ રહે. વળી શકે નહી. અને જો સ્થિરનામકર્મ ન હોય તો શરીર રબ્બર જેવું
A. વનસ્પતિકાય સિવાયના તમામ જીવોને પોતપોતાનું શરીર અલગ અલગ હોય છે. વનસ્પતિકાયમાં કાકડી-ભીંડો વગેરેને પોતપોતાનું શરીર અલગ હોય છે. તેથી તે પ્રત્યેક કહેવાય છે પરંતુ બટાકા, ડુંગરી, લસણ અને ગાજર વગેરેમાં અનંતાજીવો વચ્ચે એક જ શરીર હોય છે. તેથી તે સાધારણ કહેવાય છે. એટલે માત્ર વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ છે. પૃથ્વીકાયાદિ પ્રત્યેક જ હોય છે.
૨૧૦
For Private and Personal Use Only