________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ થાય. ત્યારબાદ અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યારબાદ એકેક સમયે ઈન્દ્રિયાદિ પર્યાપ્તિઓ પૂરી થાય છે.
શ્રી ભગવતીજી આદિ સૂત્રોમાં દેવને પાંચ પર્યાપ્તિ કહી છે. કારણકે છેલ્લી બે ભાષા અને મન:પર્યાપ્તિ દેવને એકસાથે એક જ સમયમાં પૂરી થતી હોવાથી તે બન્નેને એકમાનીને દેવોને પાંચ પર્યાપ્તિ કહી છે. '
આહારાદિ -૬ પર્યાપ્તિઓમાંથી પ્રથમની ત્રણ પર્યાપ્તિ સર્વસંસારી જીવો અવશ્ય પૂરી કરે છે. કારણકે પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધી શકે છે. અને પરભવનું આયુષ્ય બાંધ્યા પહેલાં તે જીવ મરણ ન પામે. માટે સર્વ સંસારી જીવને પ્રથમની ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂરી કરવી પડે. પછી કોઇક જીવ ચોથી વગેરે અધૂરી મૂકીને મરણ પામે, તો કોઈક જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે છે.
| શાસ્ત્રાનુસાર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ કહી છે તે જીવ તેટલી પર્યાપ્તિઓ પૂરી કરે અથવા જે જીવ પોતપોતાની પર્યાપ્તિથી યુકત હોય તે પર્યાપ્યો કહેવાય.” તેનું કારણ પર્યાપ્ત નામકર્મ છે. અને “જે જીવને જેટલી પર્યાપ્તિઓ કહી છે, તે જીવ તેટલી પર્યાપ્તિઓ પૂરી કર્યા સિવાય મરણ પામે તો તેને અપર્યાપ્તો કહેવાય.” તેનું કારણ અપર્યાપ્ત નામકર્મ છે.
“અપર્યાપ્તનામકર્મના ઉદયવાળો જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના જ મરણ પામે” અને “પર્યાપ્તનામકર્મના ઉદયવાળો જીવ પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ અવશ્ય પૂરી કરે.” પર્યાપ્તજીવો ૨ પ્રકારે છે. (૧) લબ્ધિ પર્યાપ્ત જીવ. (૨) “કરણ પર્યાપ્તજીવ લબ્ધિ = શકિત.
A. નવ સમયથી માંડીને એકેક સમય વધારતા બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીમાં સર્વે અંતર્મુહૂર્ત જુદા જુદા હોવાથી અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદો છે. A કેટલાક આચાર્ય મ.સા. “કરણ” નો અર્થ ઇન્દ્રિય કરે છે. તેમના મતે જે જીવોએ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી હોય તે કરણપર્યાપ્તા કહેવાય. એટલે તેમના મતે લબ્ધિર્યાપ્ત સર્વે જીવો કરણપર્યાપ્તા કહેવાય, કારણકે સર્વ સંસારી જીવો ઇન્દ્રિયપર્યાપ્તિ વડે પર્યાપ્તા કિરણ પર્યાપ્તા] થઈને જ મરણ પામે છે. પણ કરણનો અર્થ ઇન્દ્રિય કોઈક સ્થળે જ જણાતો હોવાથી વ્યાપક નથી.
૨૦૮
For Private and Personal Use Only