________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે ૮ પ્રત્યેક પ્રકૃતિ કહી હવે, પ્રતિપક્ષી પ્રકૃતિ કહે છે. ત્રસ, બાદર અને પર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ :
बि-ति-चउ-पंणिंदिय तसा, बायरओ बायरा जीया थूला । नियनिय पज्जत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥४८॥ द्वि-त्रि-चतुः पञ्चेन्द्रियास्त्रसाद् बादरतो बादरा जीवाः स्थूलाः । निजनिज पर्याप्तियुताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् ॥४८॥
ગાથાર્થ - ત્રસનામકર્મના ઉદયથી જીવો બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવો બાદર-સ્થૂલ થાય છે. પર્યાખાનામકર્મના ઉદયથી જીવો પોતપોતાની પર્યાપ્તિથી યુકત હોય છે. તે લબ્ધિ અને કરણ એમ ૨ પ્રકારે છે. વિવેચન - (૧) “ત્રસ અને સ્થાવર નામકર્મનું સ્વરૂપ :
(૧) જે જીવો ગરમી કે ઠંડીથી ત્રાસ પામીને પોતાની જાતને બચાવવા માટે છાયાદિવાળા સ્થાને જઈ શકે તે ત્રસ કહેવાય. તેવા જીવો બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય છે. તેનું કારણ ત્રસનામકર્મ છે. એટલે,
જે કર્મના ઉદયથી જીવ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય પર્યાય અવસ્થાને] ને પામે તે સનામકર્મ કહેવાય.”
(૨) જે જીવો ગરમી કે ઠંડીથી ત્રાસ પામવાછતાં તે સ્થાનને છોડીને છાયાદિવાળા સ્થાને જઈ શકતા નથી તે સ્થાવર કહેવાય છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને A. અહીં પ્રતિપક્ષી પ્રકૃતિઓનો સહેલાઇથી બોધ થઇ શકે માટે ત્રસદશકની સાથે જ સ્થાવર દશકનું સ્વરૂપ વર્ણવ્યું છે. B અહીં ખાસ ધ્યાન રાખવું કે, (૧) એકેન્દ્રિયાદિ પાંચ વિભાગમાંથી જીવને ક્યા વિભાગમાં ઉત્પન્ન થવુ? તે નક્કી કરી આપવાનું કામ જાતિનામકર્મનું છે. (૨) અંગોપાંગનામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિનામકર્મ, ત્વચા, જીભ, નાક, આંખ અને કાન બનાવી આપે છે. (૩) ત્રસનામકર્મ જીવને બેઇન્દ્રિયાદિ પર્યાયની પ્રાપ્તિ કરાવી આપે છે.
. અગ્નિકાય અને વાયુકાયના જીવો ગતિ કરી શકે છે. તો પણ તેઓ સ્થાવર જ છે. કારણકે તેઓ બેઇન્દ્રિયાદિની જેમ પોતાની ઇચ્છા મુજબ અનિષ્ટ સ્થાનને છોડીને ઇષ્ટ સ્થાને જઈ શકતા નથી. માટે તેમાં ત્રસનું લક્ષણ ઘટતું નથી. પરંતુ ગતિમાત્રની અપેક્ષાએ તત્વાર્થ સૂત્રકારે “તેનો વાયુ તથા ત્રા:” . ૨, ૨૪ મે કહ્યું છે.
૨૦૩
For Private and Personal Use Only