________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો અમુક ભાગ લઘુ એમ ગુરુલઘુ પણ ન હોય પરંતુ સુખપૂર્વક ગમનાદિ કરી શકે તેવું હોય તે અગુરુલઘુનામકર્મ કહેવાય.”
તીર્થકર નામકર્મનું સ્વરૂપ -
જે ત્રણે ભુવનના પ્રાણીને પૂજ્ય હોય, અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરે બાહ્યભવ અને અનંતજ્ઞાનાદિ અત્યંતર વૈભવથી યુકત હોય અને દેવકૃત સમવસરણમાં બેસીને તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. તેનું કારણ તીર્થંકર નામકર્મ છે. “જે કર્મના ઉદયથી જીવ અષ્ટમહાપ્રાતિહાર્યાદિ બાહ્ય અને અનંતજ્ઞાનાદિ અત્યંતર વૈભવથી યુકત ત્રણેભુવનમાં પૂજનીય બને તે તીર્થકર નામકર્મ કહેવાય.”
તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી છેલ્લા ત્રણ ભવ બાકી રહે ત્યારે ચોથાદિ ગુણસ્થાનકે રહેલો જીવ વીસ સ્થાનકતપ દ્વારા તીર્થંકર નામકર્મને નિકાચિત કરે છે. અને તીર્થંકર નામકર્મ નિકાચિત થયા પછીથી અંતર્મુહૂર્તકાળમાંજ તે કર્મને પ્રદેશોદય શરૂ થઈ જાય છે. તેથી તે જીવમાં બીજા જીવો કરતાં ઐશ્વર્ય, તેજસ્વીતા, લોકપ્રિયતા, કાર્યદક્ષતા, ઔદાર્ય, ધર્ય, ગાંભીર્યાદિ ગુણો અધિકાર હોય છે. તથા તીર્થંકરની માતાને ચૌદમહાન સ્વપ્ન દર્શન, જન્મસમયે ત્રણે લોકમાં પ્રકાશ, નારકીના જીવોને ક્ષણિક સુખનો અનુભવ, પ૬ દિકુમારિકાઓ દ્વારા પ્રસૃતિ કાર્ય, ૬૪ ઇંદ્રાદિ દ્વારા થતો જન્માભિષેક, આહારનિહારની અદશ્યતા, નિરોગી કાયા, રૂધિર માંસાદિ ગાયના દૂધ જેવો સફેદ, શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધી, દીક્ષાસમયે વાર્ષિકદાન ઇત્યાદિ કાર્યનું કારણ તીર્થકર નામકર્મનો “પ્રદેશોદય” છે. તે જીવ જ્યારે ચારઘાતકર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે તીર્થકર નામકર્મનો વિપાકોદય શરૂ થાય છે. એટલે તીર્થકર ભગવંતને જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર નામકર્મનો પ્રદેશોદય હોય અને કેવળ જ્ઞાન પ્રપ્ત થતાં જ કેવળી અવસ્થામાં તીર્થકર ભગવંતને તીર્થંકર નામકર્મનો “વિપાકોદય”શરૂ થાય છે. તેથી “તીર્થકર નામકર્મનો ઉદય [વિપાકોદય] માત્ર કેવળીને હોય છે.” એમ કહ્યું છે.'
A. સર્વે કેવળજ્ઞાનીને તીર્થંકર નામકર્મનો ઉદય થાય એવો નિયમ નથી પરંતુ જો તીર્થંકર નામકર્મનો ઉદય થાય તો કેવળજ્ઞાન પામ્યા પછી થાય છે. એવો નિયમ છે.
૨૦૧
For Private and Personal Use Only