________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય કે ચામડીથી અનુભવી શકાય તે બાદરનામકર્મ કહેવાય.” એમ સમજવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં ત્રસજીવોનું એક એક શરીર અને બાદર સાધારણ વનસ્પતિકાયાદિના અસંખ્યશરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. તેનું કારણ બાદરનામકર્મની
વિચિત્રતા છે.
(૩)પર્યાપ્ત અપર્યાપ્ત નામકર્મનું સ્વરૂપ ઃ
ગતિ અને આનુપૂર્વીનામકર્મની સહાયતાથી જીવને ઉત્પત્તિસ્થાને પહોંચી ગયા પછી જીવન ટકાવવા માટે આહાર લેવો, શરીર બાંધવુ, ઇંદ્રિયો બનાવવી નિયમિત શ્ર્વાસોચ્છ્વાસ લેવો, બોલવું, વિચારવું આ ૬ ક્રિયાઓ અવશ્ય કરવી પડે છે. એ જીવનક્રિયાઓ (જીવન જીવવા માટે ઉપયોગી ક્રિયા) કરવા માટે જીવમાં અમુક પ્રકારની શકિત હોવી જોઇએ. જો આહારગ્રહણાદિ જીવનક્રિયા કરવાની શકિત જ ન હોય તો જીવ આહારગ્રહણાદિ જીવનક્રિયા કેવી રીતે કરે ? અને આહારગ્રહણાદિ જીવનક્રિયા વિના જીવન ટકાવી (જીવી) શકાતું નથી. જ્યાં સુધી આહારગ્રહણ, શ્ર્વાસોચ્છ્વાસ, (દ્રવ્ય પ્રાણ) વગેરે ચાલુ હોય છે ત્યાં સુધી તે જીવે છે” એમ કહેવાય અને જે સમયે શ્વાસોચ્છ્વાસાદિ ક્રિયા બંધ પડી જાય તે વખતે શરીર ઇન્દ્રિયો વગેરે વિદ્યમાન હોવા છતા તે મરી ગયો” એમ કહેવાય. એટલે આહારગ્રહણાદિ જીવનક્રિયા વિના પ્રાણી જીવી શકતો નથી. માટે દ્રવ્યપ્રાણનો આધાર જીવનક્રિયા છે અને જીવનક્રિયાનું કારણ જીવનશક્તિ છે. એ જીવનશક્તિ પુદ્ગલના ઉપચય [સમુહ] થી ઉત્પન્ન થાય છે. હાલમાં જેમ આપણને આહાર-પાણી ઉદરમાં જવાથી શક્તિ પેદા થાય છે અને તે શકિત દ્વારા આહારનું પાચન [પરિણમન] થાય છે. તેમ ઉત્પત્તિસ્થાને આવેલો જીવ સ્વશરીરને યોગ્ય જે પુદ્ગલો ગ્રહણ કરે છે. તે પુદ્ગલ સમૂહથી શકિત પેદા થાય છે. અને તે શકિત દ્વારા જીવ આહારનું ગ્રહણ, પરિણમન વગેરે ક્રિયા કરે છે. એટલે,
“પુદ્ગલના સમૂહથી ઉત્પન્ન થયેલી, આહાર ગ્રહણાદિ જીવન ક્રિયાના કારણભૂત જીવની જે શકિત તે પર્યાપ્તિ કહેવાય.” પર્યાપ્તિ ઃ
= જીવન શકિત''
૨૦૫
For Private and Personal Use Only