________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્માણ અને ઉપઘાત નામકર્મનું સ્વરૂપ :अंगोवंग नियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४७ ॥ अङ्गोपाङ्गनियमनं निर्माणं करोति सूत्रधारसमम् । उपघातादुपहन्यते, स्वतन्ववयवलंबिकादिभिः ॥४७॥
ગાથાર્થ :- સુથારની જેમ નિર્માણ નામકર્મ અંગોપાંગની વ્યવસ્થા કરે છે. ઉપઘાતનામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરના પડજીભી વગેરે અવયવોથી પોતે હણાય છે.
વિવેચન :- શાસ્ત્રમાં અંગોપાંગ નામકર્મને નોકરની ઉપમા આપી છે. અને નિર્માણનામકર્મને સુથારની ઉપમા આપી છે. જેમ મૂર્તિ ઘડવાનું કામ કારીગરો [નોકરો] કરે પણ તેમાં અવયવોની ગોઠવણ કેવી રીતે કરવી ? તે નકશો તૈયા૨ કરવાનું કામ સુથાર [શિલ્પી] કરે છે. તેમ અહીં નોકર તુલ્ય અંગોપાંગનામકર્મ, અંગ, ઉપાંગ અને અંગોપાંગ તૈયાર કરી આપે છે. પણ જે અવયવો જે સ્થાને શોભી શકે તેમજ ઉપયોગી બની શકે એ રીતે ગોઠવી આપવાનું કામ નિર્માણનામકર્મ કરે છે. તેથી નિર્માણનામકર્મને અંગોપાંગનું નિયામક કહ્યું છે.
જો નિર્માણ નામકર્મ ન હોય તો અંગોપાંગનામકર્મ એ બનાવેલા અવયવો યોગ્યસ્થળે ગોઠવાય નહીં હાથની જગ્યાએ પગ અને પગની જગ્યાએ હાથ ગોઠવાય. નાક, કપાળ ઉપર ચઢી જાય, આંખની જગ્યાએ કાન અને કાનની જગ્યાએ આંખો ગોઠવાઇ જાય. પરંતુ હાથની જગ્યાએ હાથ, અને કાનાદિની જગ્યાએ કાનાદિ વ્યવસ્થિત રીતે ન ગોઠવાય. માટે નિર્માણ નામકર્મને અવશ્ય માનવું જોઇએ.
(૮) ઉપઘાતનામકર્મ :- ૩૫ + હૈંન્ ધાતુનો અર્થ “હણવુ’” થાય છે. “પોતાના અવયવોથી પોતે હણાય તે ઉપઘાત કહેવાય.” તેનું કારણ ઉપઘાતનામકર્મ છે.
“જે કર્મના ઉદયથી જીવના શરીરમાં જીભ ઉપર બીજી જીભ, ગળાની પડખે રસોળી, ચોરદાંત, છઠ્ઠી આંગળી વગેરે વધારાના અવયવો પીડાકારકબનતા હોવાથી, જીવ પોતાના જ અવયવોથી પોતે હણાય [પીડા પામે] તે ઉપઘાતનામકર્મ કહેવાય.”
ઉપલક્ષણથી, ઝાડ ઉપર ઉંધે માથે લટકવું, ફાંસો ખાવો, પર્વત ઉપરથી પડવુ, પોતાની જાતે બળી મરવું, વગેરે કાર્યનું કારણ ઉપઘાતનામકર્મ છે.
૨૦૨
For Private and Personal Use Only