________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कीलिका सेवामिह ऋषभः पट्टश्च कीलिका वजम् । उभयतो मर्कटबन्धो नाराचमिदमुदाराङ्गे ॥३८॥
ગાથાર્થ :- હાડકાની રચનાને સંઘયણ કહેવાય છે. તેનાં ૬ પ્રકાર છે. (૧) વજષભનારાંચ (૨) ઋષભનારા (૩) નારાજ (૪) અર્ધનારાય. (૫) કીલિકા (૬) છેવટું.અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી, નારાચ એટલે બન્ને બાજુ મર્કટ બંધ. આ સંઘયણો માત્ર ઔદારિકશરીરમાં જ હોય
વિવેચન :- શરીરના બાંધાને મજબૂત કરનારી “જે હાડકાની વિશિષ્ટ રચના તે સંઘયણ કહેવાય.” અથવા લોખંડની પટ્ટી જેમ બારણાને મજબૂત કરે છે. તેમ હાડકાની રચના શરીરનાં બાંધાને મજબૂત કરતી હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને કાર્યરૂપ “શરીરની મજબૂતાઈને પણ સંઘયણ કહે છે.”
દરેક મનુષ્ય અને તિર્યંચમાં ચઢતા-ઉતરતા ક્રમે અનેક જાતની મજબૂતાઈ જણાય છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિએ સંઘયણ અનેક પ્રકારનાં થઈ શકે પરંતુ મહાપુરુષોએ તે સર્વેનું વર્ગીકરણ કરીને તે સર્વેનો સમાવેશ ૬ વિભાગમાં કરેલો હોવાથી સ્થૂલદષ્ટિએ જૈનશાસ્ત્રમાં સંઘયણનામકર્મ ૬ પ્રકારે કહ્યું છે. (૧) વજઋષભનારાચ સંઘયણ :“વજ =ખીલી”, “ઋષભ =પાટો”, “નારાચ =મર્કટ બંધ.” “વાંદરીને જેમ તેનું બચ્ચુંહાથની આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, તેમ હાડકાના બે છેડાઓ પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે જોડાયેલા હોય તે મર્કટબંધ” કહેવાય.”
જેમાં બે હાડકાના બને છેડાઓ, બન્ને બાજુએ મર્કટબંધથી જોડાયેલાં હોય તેના ઉપર પાટા [ઋષભના આકારવાળું હાડકુ વીંટળાયેલુ હોય અને એ ત્રણે હાડકાને ભેદીને રહેલુ ખીલીના આકારવાળુ ત્રીજા હાડકુ હોય તો, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી અતિશય મજબૂતાઈને વજઋષભનારાચસંઘયણ કહેવાય તેનું કારણ “વજત્રઋષભનારાચસંઘયણનામકર્મ” છે.
A. આપણા બન્ને હાથથી, બન્ને હાથના કાંડાને પરસ્પર પકડવાથી જેવો બંધ થાય તેવા બંધને મર્કટબંધ કહેવાય.
૧૮૫
For Private and Personal Use Only